આગોતરૂ આયોજન:અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી 80% પૂર્ણ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી 80% પૂર્ણ કરાઇ - Divya Bhaskar
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી 80% પૂર્ણ કરાઇ
  • આગામી ચોમાસાના પગલે શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી
  • શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર, કાંસ, નાળાની સફાઈ કામગીરી

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા આગામી ચોમાસા ની ઋતુ ને ધ્યાને લઇ શહેર ના વિવિધ વિસ્તારો માં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરી છે શહેર માં ગટર, કાંસ અને નાળા ની સાફ સફાઈ ની કામગીરી શરુ કરી છે. ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં છેલ્લા 10 દિવસ થી પ્રિમોન્સુન કામગીરી શરુ કરી છે ચોમાસા માં વરસાદ ના પાણી નો ઝડપ થી નિકાલ થાય તે માટે શહેર ના વિવિધ વિસ્તારો માં આવેલ અન્ડરગાઉન્ડ ગટર ,ખુલ્લી કાંસ ,તેમજ નાળા અને ઓપન ગટરો ની સાફ સફાઈ ની કામગીરી હાથ ધરી છે.

ખાસ કરીને વરસાદી પાણી નો ભરાવો થતા નીચાં વિસ્તારો નો કાંસ અને ઓપન ગટરો ને ફોકલેન્ડ મશીન દ્વારા સાફસફાઈ શરુ છે ,જયારે બંધ ગટરો ની પણ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે, હાલ માં તમામ વિસ્તારો માં ચાલી રહેલ પ્રિમોન્સુન કામગીરી નું નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા ,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...