સુવિધા:અંકલેશ્વરની હોસ્પિટલમાં 8 ICU બેડનું લોકાર્પણ કરાયું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સનરાઈઝ ICU કેર હોસ્પિટલનું એક વર્ષ પૂર્ણ થયું

અંકલેશ્વરની સનરાઈઝ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ કેર પ્રથમ વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરાઇ હતી. હોસ્પિટલમાં સુવિધામાં વધારો કરતા વધુ 8 આઇસીયુ કેર બેડનો પ્રારંભ કર્યો હતો. રાજ્યના નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. એક વર્ષમાં ખાસ કરી કોરોના કાળમાં હોસ્પિટલ લોકો માટે આશીર્વાદ રૂપ બની હતી.

અંકલેશ્વરના ધારાશાસ્ત્રી પ્રેમચંદ સોલંકીના પુત્ર ડૉ અંકિત વકીલ અને ડૉ કોમલ પંચાલ સાથે એક વર્ષ પૂર્વે થતા આરોગ્ય ક્ષેત્રે સનરાઈઝ હોસ્પિટલ ઊભી કરી શરૂઆત કરી હતી જેનો એક વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલ દ્વારા લોકોના આરોગ્ય માટે વધુ સુવિધા કરતા હોસ્પિટલ ખાતે વધુ 8 બેડના આઈ.સી.યુ કેર સેન્ટર ની શાસરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...