તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અંકલેશ્વર-ભરૂચના 8 સાઇક્લિસ્ટોની દાંડી યાત્રા, સૂર્યા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી 8 સાહસિકોની અમદાવાદથી દાંડીની સાઇકલ યાત્રા

અંકલેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર- ભરૂચ 8 સાઇકલવીરો દાંડી સાઈકલિંગ યાત્રા યોજી હતી. અંકલેશ્વરની સૂર્યા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી 8 સાઇકલિસ્ટ અને 2 સપોટીંગ સભ્યો અમદાવાદ થી દાંડીની સાઇકલ યાત્રા શરૂ કરી હતી. સત્ય, અહિંસા સહીત ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચે અને આઝાદીના 75 વર્ષ થી ઉજવણી આનંદની અભિવ્યક્તિ માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદીના 75 વર્ષની ઉજવણી પી.એમ દ્વારા અમૃત મહોત્સવ અંતર્ગત દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. તેમના દ્વારા આપણી નવી પેઢી આઝાદીનું મહત્વ સમજાય અને દાંડી યાત્રાની યાદ માં પુનઃ દાંડી યાત્રા યોજવામાં આવી રહી છે. જે દાંડી યાત્રામાં ભરૂચ અને અંકલેશ્વર ના 8 જેટલા સાઇકલ વીરો પણ ભાગ લઇ રહ્યા છે તેમના દ્વારા દાંડી સાઈકલિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર સૂર્યા ગૃપ ઓફ કંપનીઝ ના સહયોગથી અંકલેશ્વર થી દાંડી સાયક્લિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં અંકલેશ્વરના સાયક્લિસ્ટ , યશ જોષી, નિલેશ ચૌહાણ, નિતિસ કુમાર, તેજશ ચોટલિયા તથા ભરૂચ થી સ્વેતા વ્યાસ, રાજેશ્વર રાવ, મિરલ રાણા, જયેન્દ્ર મરવી તથા સપોર્ટિંગ ટીમ તરીકે નવનીત ભાઈ તથા રાકેશભાઈ આ દાંડી યાત્રામાં તેમની સાથે રહેશે. અમદાવાદ સાબરમતી આશ્રમ થી સાઇકલ લઇ યાત્રા કાઢશે અને દાંડી ખાતે પહોંચી યાત્રા સંપન્ન કરશે. આ પહેલા પણ સૂર્યા ગૃપ ઓફ કંપનીઝ ના સહયોગથી અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રાનું પણ બે વાર સફળ આયોજન કરી અંકલેશ્વર તથા ભરૂચ ના સાયક્લિસ્ટોને પ્રોત્સાહિત કર્યા છે. ત્યારે આ સાઇક્લિસ્ટોએ સત્ય, અહિંસા સહીત ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચે અને આઝાદીના 75 વર્ષ થી ઉજવણી આનંદની અભિવ્યક્તિ માટે યાત્રા કરી રહ્યા હોવાની સાથે સૂર્યા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...