બુટલેગર પોલીસ સકંજામાં:અંકલેશ્વરમાંથી દારૂની 63 બોટલ ઝડપાઈ; પોલીસે ઈંગ્લીશ દારૂ અંગે પૂછપરછ આરંભી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસે માંડવા ગામ ખાતે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. આહીર ફળીયામાં રહેતા બુટલેગરને ત્યાં દરોડા પાડી 180 એમ.એલની અલગ અલગ બ્રાન્ડની 63 બોટલ ઝડપી પાડી તેની પાસેથી રૂ. 6,300ના દારૂ સાથે બુટલેગરને જેલ ભેગો કર્યો હતો.

દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ હાથ ધરી
અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કોર્ડ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી આધારે માંડવા ગામના આહીર ફળીયામાં કુખ્યાત બુટલેગર અર્જુન ઉર્ફે લાલુ વસાવાને ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઘરમાં સંતાડેલી ઈંગ્લીશ દારૂની 180 એમ.એલની અલગ અલગ બ્રાન્ડની 63 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 6,300નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે બુટલેગર અર્જુન ઉર્ફે લાલુ વસાવાની ધરપકડ કરી હતી. પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...