આયોજન:અંકલેશ્વરમાં યોજાયેલી ચેસ-કેરમ ટુર્નામેન્ટમાં 600 સ્પર્ધકો જોડાયા

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીના સહયોગથી 51 શાળાએ ભાગ લીધો

JCI અંકલેશ્વરની જુનિયર જેસી વિંગે 3 ઓક્ટોબર, 2021 ના રોજ જિલ્લા કક્ષાની ચેસ અને કેરમ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી ના સહયોગથી 51 શાળાઓએ 600+ એન્ટ્રીઓ અને 450+ સહભાગી સાથે ભાગ લીધો હતો. JCI અંકલેશ્વરની જુનિયર જેસી વિંગે જિલ્લા કક્ષાની ચેસ અને કેરમ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું હતું6 થી 9 ધોરણના વિદ્યાર્થીઓ અને 10 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ બે જૂથોમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેસ ટુર્નામેન્ટમાં, કેટેગરી 6 થી 9 ધોરણ, વિજેતા SMCP સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલમાંથી આદિત્ય દમ હતો, 1ST રનર્સ અપ SMCP સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલમાંથી નાવ્યા દિનકર. સેકન્ડ રનર અપ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી વેદાંત વારાસડા હતો. કેટેગરી 10 થી 12 ધો.માં, વિજેતા AMICUS ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી તનીશ પટેલ, રનર્સ અપ SMCP સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલમાંથી શૌર્ય શાહ અને બીજો રનર અપ લાયન ઇન્ટરનેશનલ સ્કૂલ માંથી સિદ્ધાર્થ સાહૂ હતો.

કેરમ ટુર્નામેન્ટ માં, કેટેગરી 6 થી 9 ધોરણ, વિજેતા અમીટી સ્કૂલમાંથી કૂશલ ગાયકવાડ, 1st રનર્સ અપ અમીટી સ્કૂલમાંથી તીર્થ પટેલ અને બીજા રનર અપ અંજુમન એ તાલીમ હાઈસ્કૂલમાંથી શેઈક મુસ્તાક રહેમાન બન્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ જે.સી.દીપક નાહર, ઝોન ઉપપ્રમુખ ચિત્રાંગ સાવલિયા, જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ હસમુખ ચોવાટીયા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...