અંકલેશ્વરના માથે જળસંકટના એંધાણ:GIDCમાં 6, પાલિકામાં 4 દિવસ ચાલે તેટલું પાણી બચ્યું; ઇન્ડસ્ટ્રિઝમાં 80% પાણી કાપ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર જીઆઇડીસીના તળાવમાં આગામી 6 દિવસ સુધી ચાલે તેટલો જ પાણી પુરવઠો હાલમાં ઉપલબ્ધ છે. - Divya Bhaskar
અંકલેશ્વર જીઆઇડીસીના તળાવમાં આગામી 6 દિવસ સુધી ચાલે તેટલો જ પાણી પુરવઠો હાલમાં ઉપલબ્ધ છે.
  • હાંસોટ-અંકલેશ્વરને ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી રોટેશન પોલિસી મુજબ પાણી પુરવઠો નહીં મળતા સ્થિતિ સર્જાઈ
  • નગર પાલિકા દ્વારા 24 બોરમાંથી રોજનું 75 લાખ લિટર પાણી મેળવી શહેરીજનોની 1.10 કરોડ લિટર પાણીની માગ સંતોષવા મથામણ
  • પાણી પુરવઠો મેનેજ કરવા જીઆઇડીસીના રહેણાક વિસ્તારોમાં 50 % પાણી કાપ મુકાયો
  • અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારની 1 લાખની જનતા માટે તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી
  • ઉદ્યોગોને રોજના 25 MLD પાણીની માગ સામે હાલમાં માત્ર 5 MLD પાણી આપવામાં આવે છે

ઉકાઈ જમણા કાંઠા નહેર દ્વારા અંકલેશ્વર-હાંસોટના ખેડૂતો, શહેરીજનો અને ઉદ્યોગોને પાણી પુરૂં પાડવામાં આવે છે. જોકે, કેનાલમાં માંડવી નજીક પડેલા ભંગાણ બાદ ખેડૂતોની પાણીની માગ સંતોષવા નહેર વિભાગે અંકલેશ્વર નગરપાલિકા અને નોટીફાઈડ વિસ્તારને પાણી નહીં આપતાં જળ સંકટના એંધાણ સર્જાયા છે.

જીઆઇડીસીના તળાવમાં આગામી 6 દિવસ સુધી ચાલે તેટલો જ પાણી પુરવઠો બચ્યો છે. તો ઝગડિયા લાઇન પરથી પણ માંગણી મુજબ પાણી નહીં મળતા અંતે અંકલેશ્વર જીઆઇડીસીમાં 25 એમ.એલ.ડી.ની જરૂરિયાત સામે માત્ર 5 એમ.એલ.ડી.થી પાણી પુરવઠો આપી એસેટમાં 80% પાણી કાપ મુકવાની ફરજ પડી છે. તો જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં 50% પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેની અસર સીધી ઉદ્યોગો પર પડતાં ઉત્પાદન ઠપ થતાં મોંઘા ભાવે ટેન્કરોથી પાણી મેળવવાની ફરજ પડી છે.

બીજી તરફ અંકલેશ્વર નગરની 1 લાખની જનતા માટે પાલિકાએ રોજના 1.10 કરોડ લીટર પાણીની જરૂરિયાતને પહોંચી વળવા 24 બોરમાંથી 75 લાખ લીટર એક દિવસનું પાણી મેળવી ઘટને પહોંચી વળાવા આયોજન કર્યું છે. તો 35 લાખ લીટર પાણી સ્ટોરેજ ગામ તળાવના ફિલ્ટર પ્લાન્ટમાંથી લેવામાં આવી રહ્યું છે. હાલ ગામ તળાવમાં 1.5 મીટર પાણીનું લેવલ છે. જે આગામી 4 દિવસ સુધી ચાલી શકે છે.

ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી પાણી પુરવઠો રોટેશન મુજબ ન મળતા અંકલેશ્વમાં સ્થિતિ વણસી છે. તળાવમાં હાલ 6 દિવસ ચાલે તેટલુંજ પાણી બચ્યું છે. જેને લઇ ઇન્ડસ્ટ્રીઝમાં 80 % પાણી કાપ મુકતા 25 એમ.એલ ડી.ની માગ સામે 5 એમ.એલ.ડી જ પાણી આપી રહ્યાં છે. રહેણાંક વિસ્તારમાં પણ પાણી કાપ 50 % કર્યો છે. ઉકાઈ નહેર વિભાગ માં પાણી પુરવઠા માટે રજુઆત કરી છે. ટૂંક માં પાણી મળી જશે તેઓ આશાવાદ છે. - હરેશ પટેલ, ચેરમેન વોટરવર્કસ,જીઆઇડીસી.

માંડવી નજીક રોટેશન પાણી આપતી વખતે ભંગાણ પડ્યું હતું જેને લઇ સમસ્યા ઉદ્દભવી હતી જે ભંગાણ રીપેર થઇ ગયું છે. તેમજ ખેડૂતો નો ઉભો પાક ને નુકશાન ના થાય તે માટે ખેડૂતો પાણી આપણી પ્રાથમિકતા આપી છે. એ પૂર્વે શહેર અને જીઆઇડીસી માં 2 દિવસ પાણી પુરવઠો આપ્યો હતો. જે પુરવઠો ટૂંક માં ચાલુ થશે. 2 દિવસ માં જ નોટીફાઈડ અને પાલિકા તેમની ડિમાન્ડ મુજબ નું પાણી મળી રહે તે માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. - જી.સી. ચૌધરી, કાર્યપાલક ઈજનેર,નહેર વિભાગ.

ખેડૂતો માટે પાણી ડાયવર્ટ કરાતા સ્થિતિ સર્જાઈ
​​​​​​​
ગત 1 લી એપ્રિલ ના રોજ હાંસોટ ખાતે ખેડૂતો પાણી ના મળતા ઉકાઈ જમણા કાંઠા નહેર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો જેને લઇ ઉકાઈ કેનાલ દ્વારા હાંસોટ ના દરિયા કિનારે આવેલ ગામ સુધી પાણી પહોંચાડવા નોટીફાઈડ અને પાલિકા તરફ આવતા પાણી પુરવઠો 2 દિવસ આપી ડાયવર્ટ કર્યો હતો. જેને લઇ હાલ આ વિકટ સમસ્યા ઉદભવી છે.

નહેર વિભાગના સતત સંપર્કમાં રહીને પાણી પુરવઠો મળે તેવું આયોજન કર્યું
સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉકાઈ નહેર વિભાગના ઉચ્ચ અધિકારીને રજુઆત કરી પાણી પુરવઠો વહેલી તકે મળે તે માટેનું આયોજન થઇ રહ્યું છે. ટૂંકમાં પાણી મળી રહે તે માટે પાલિકા તંત્ર સક્રિય છે. નગરજનોને કાપ વગર પાણી મળી રહે તેવું આયોજન કરાયું છે. વધારાનું પાણી બોરમાંથી મેળવી રહ્યાં છીએ.નગરજનો પાણીનો વેડફાટ ન કરે તેવી અપીલ છે. > વિનય વસાવા, પ્રમુખ, અંકલેશ્વર નગર પાલિકા.

12 ફેબ્રુઆરીથી પુરવઠો મળ્યો નથી
ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ ની રોટેશન પોલીસ મુજબ 12 ફેબ્રુઆરી એ પાણી બંધ થયું હતું. જે બાદ રોટેશન પોલિસી મુજબ પાણી શરૂઆત થઇ હતી અને માંડ 4 દિવસ પાણી મળ્યું હતું એ પૃર્વે માંડવી નજીક ભંગાણ સર્જાતા પાણી પુરવઠો બંધ થયો હતો. જો કે પુનઃ નહેર શરુ થઇ જતા પાણી પ્રાથમિકતા ખેડૂતો આપવાની હોવાથી થી ઇન્ડસ્ટ્રીયલ અને પાલિકા વિસ્તારમાં આ સમસ્યા સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...