તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર જીઆઇડીસી યોગી એસેટમાં જુગાર રમતા 6 જુગારી ઝડપી પાડી જેલભેગા કર્યા હતા. યોગી એસેટ જીતાલી ગામની હદ માં બાવળની ઝાડીમાં જુગાર રમતા 6 ખેલી પાસે થી 91 હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત હતો.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ના ઇંચાર્જ પી.આઈ. અતુલકુમાર બંસલ તેમજ સ્ટાફ ના સભ્યો ચોક્કસ માહિતી આધારે જીતાલી સ્થિત યોગી એસેટ ખાતે દરોડા પાડ્યા હતા જ્યાં પત્તા પાનાંનો જુગાર બાળવા ની ઝાડી વચ્ચે સંતાયને રમતા 6 ખેલી ને રંગે હાથો ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડામાં અંગઝડતી માંથી રોકડ રૂપિયા 9730 દાવ ઉપર લાગેલા રૂપિયા 2500 મળી કુલ રોફડા રૂપિયા 12230 તથા 7 મોબાઇલ કિંમત રૂપિયા 19.800 તથા 2 મોટરસાયકલ કિંમત રૂપિયા 60,000 મળી કુલ રૂપિયા 91,930ના મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે જુગાર રમતા ઝડપાયેલ દીપકભાઈ અરવિંદભાઈ વસાવા, શનિભાઈ રામવિલાસ ચૌધરી ,મહેશભાઈ કાળુ સિંહ સોલંકી, વિકાસ તુકારામ ભાઈ વસાવા, સંજય ભાઈ રામસિંગભાઈ પારગી, સત્ય વીરસિંહ મોહન સિંહ યાદવની ધરપકડ કરી હતી. તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.