તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાગત:ફિટ ઈન્ડિયાના સંદેશા સાથે 675 કિમીની યાત્રાએ નીકળેલા 6 સાયકલિસ્ટનું અંકલેશ્વરમાં આગમન

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દમણથી દીવની યાત્રાએ નીકળેલા સાયકલિસ્ટનું અંકલેશ્વર બાયસિકલ ક્લબે સ્વાગત કર્યું

ફિટ ઈન્ડિયાનો સંદેશો લઇ દમણ થી દીવ 6 સાયકલિસ્ટ નીકળ્યા હતા. 3 દિવસ અને 2 રાત્રી ના 675 કિમિ અંતર કાપશે. 27 મી ઓગસ્ટ થી યાત્રા શરૂ કરી બપોરે અંકલેશ્વર માં આગમન થયું હતું. વાપી સાઈકલિંગ ક્લબના સભ્યો દ્વારા આ સાહસિક રાઈડ નું આયોજન કર્યું હતું.અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા વાલિયા ચોકડી ખાતે તેમનું સ્વાગત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

વાપી બાઈસીકલ ક્લબના સભ્ય કુશુમભાઈ, કુંજભાઈ, અંકિતભાઈ, ખુશરુંભાઈ, ધર્મેન્દ્રભાઈ અને ગૌરાંગભાઈએ સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત 27 મી ઓગસ્ટ ના રોજ દમણ થી દીવ સુધી આ સાઇકલ યાત્રા યોજાઈ રહી છે. જે સવારે દમણ થી નીકળ્યા બાદ તેવો બપોરે 4 કલાકે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા. તેમનું અંકલેશ્વર બાઈસીકલ ક્લબના સભ્યો દ્વારા વાલિયા ચોકડી ખાતે સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...