તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંકલેશ્વરના નવા કાંસીયા ગામે ઝાડીમાં જુગાર રમતા 6 ઝડપાયા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 6 જુગારીયાઓ પાસેથી 2800 રૂપિયા રોકડા જપ્ત કર્યા

અંકલેશ્વર શહેર પોલીસએ 2 સ્થળે થી જુગાર રમતા 7 વ્યક્તિની ધરપકડ કરી છે. જયારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. અંકલેશ્વરના નવા કાંસીયા ગામે દડો ગ્રાઉન્ડ બાજુ ઝાડીમાં જુગાર રમતા 6 ઝડપી પાડ્યા હતા, પોલીસે 6 જુગારીયા પાસે થી 2800 રૂપિયા રોકડ જપ્ત કર્યા હતો. નવી દીવી કૈલાસ ટેકરી પર વર્લી મટકાનો જુગાર રમતા 1 ઝડપાયા જયારે 1 મહિલાને વોન્ટેડ જાહેર કરી હિટ. અંકલેશ્વર શહેર પોલીસ એ નવા કાંસીયા ગામ ખાતે આવેલ દડો ગ્રાઉન્ડ ખાતે બાવળ ની ઝાડી માં માહિતી આધારે દરોડા પાડ્યા હતા.

જ્યાં પાનાં-પત્તાનો જુગાર રમતા અશોક વસાવા, નિમેષ વસાવા, વિજય વસાવા, ધર્મેશ ઉર્ફે લાલુ વસાવા, યોગેશ ઉર્ફે કાન્જી વસાવા, સુરેશ ઉર્ફે ભીમો વસાવાને ઝડપી પાડ્યા હતા તેમની પાસે થી દાવ પર લાગેલા તેમજ અંગ ઝડતી માં રહેલ રોકડ રૂપિયા મળી કુલ 2800 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તમામ ની ધરપકડ કરી હતી.

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકા ના નવી દીવી ગામ ખાતે આવેલ કૈલાશ ટેકરી પર ચાલતા સત્તા બેટીંગ ના અડ્ડા પર ડઓરડા પડ્યા હતા જ્યાં આંક ફરકનો જુગાર રમાડતા ખુશાલ સોલંકીને રંગે હાથો ઝડપી પાડ્યો હતો. જયારે વર્લી મટકા ના અડ્ડા સંચાલક રમીલા ઉર્ફે નાનકી ભરત વસાવાને વોન્ટેડ જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો