તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની લડત આખરે રંગ લાવી:ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર જુના દીવા ગામના 58 ખેડૂતોને આખરે નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવાશે

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંત્રીનો જૂનો ભાવ જે 135 રૂપિયા હતો તે હવે 6 ગણો થતાં 852 રૂપિયા મળશે

એક્સપ્રેસ હાઇવે તેમજ ફ્રેટ કોરિડોર માં જમીન ગુમાવનાર ખેડૂતો આખરે ન્યાય મળ્યો છે. નવી જંત્રી ના ભાવે વળતર ખેડૂતોને મળશે. જૂની જંત્રી 135 રૂપિયા હતા. જે હવે નવી જંત્રી પ્રમાણે 852 રૂપિયા સરકારે કરતા ખેડૂતોને 6 ગણો ભાવ વધારો મળતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ હતી.

અંકલેશ્વરમાં એક્સપ્રેસ હાઇવે તેમજ ફ્રેટ કોરિડોર અંકલેશ્વરમાં સરફુદ્દીન ગામ થી લઇ ઘોડાદરા ગામ સુધી પસાર થઇ રહ્યો છે જે પાછળ અનેક ખેડૂતો ની જમીન એક્વાયર્ડ કરવામાં આવી છે. આ વચ્ચે અનેક ગામના ખેડૂતોને વળતર માટે કોર્ટ અને હાઈકોર્ટ સુધી લડત શરુ કરી છે. આ વચ્ચે અંકલેશ્વરના જુના દીવા ગામ ના 58 જેટલા ખેડૂતો ને પોતાની મહામૂલી જમીન ગુમાવી હતી જેવો દ્વારા જૂની જંત્રી ના ભાવ નો વિરોધ કરી અનેકવાર કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો તેમજ આ અંગે રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ને રજૂઆતો કરી હતી તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ની લવાદી કોર્ટ (આર્બિટ્રેશન) કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

રાજ્ય સરકાર માં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ કરેલી રજૂઆત તેવો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી અને રાજ્યના મહેસૂલ મંત્રી મહેસુલ મંત્રી કૌશિક ને રજુઆત કરી હતી. જે રજૂઆત સાથે તેમના દ્વારા રાજ્યના સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ સમગ્ર મુદ્દો રજુ કર્યો હતો જેને લઇ તેમની રજુઆત સફળ નીવડી હતી.

સરકારે અસરકારક નિર્ણય કર્યો છે
રાજ્ય સરકારના સંબંધિત વિભાગ અને સી.એમ વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આભાર વ્યક્ત કરું છું કે રજુઆતને ધ્યાને લીધી અને જૂની જંત્રી 135 રૂપિયા હતા. જે હવે નવી જંત્રી પ્રમાણે 852 રૂપિયા કર્યો છે. > ઈશ્વરસિંહ પટેલ, સહકાર મંત્રી

મંત્રીની રજૂઆતને લઇ ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું છે
દિવા ગામના ખેડૂતોને ખાસ કરી કોર્ટનો સહારો લીધા વગર આર્બિટ્રેશન કોર્ટ માં લડત ચલાવી તેને લઇ ફાયદો થયો છે. આ તબક્કે તમામ ખેડૂતો સહકાર મંત્રી અને રાજ્ય સરકાર નો આભાર વ્યક્ત કરે છે > નિપુલ પટેલ, ખેડૂત અગ્રણી, દિવા ગામ

અન્ય સમાચારો પણ છે...