તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:અંકલેશ્વર હાઇવે પર 2.50 કરોડના હિરાની લૂંટ કેસમાં 5 ટીમ કામે લાગી

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આંગણીયા પેઢીની પણ જરૂરી વિગતો મેળવી
  • CCTV ફૂટેજ-લૂંટારૂઓના સ્કેચ બનાવવાની તજવીજ શરૂ

અંકલેશ્વર ને.હા. 48 પર 2.50 કરોડના હીરાની નિષ્ફળ લૂંટ પ્રયાસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ આરંભી હતી. અલગ અલગ 5 ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, સાઇબર સેલ, હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી લૂંટારૂઓને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી. પોલીસે આંગણીયા પેઢીની પણ જરૂરી વિગતો મેળવી હતી. ભાવનગર તેમજ સુરત ખાતે પણ પોલીસની ટીમે તપાસ શરુ કરી છે. લૂંટારૂઓના સ્કેચ પણ બનાવવાની તજવીજ શરૂ કરી છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ આલ્કેમ કંપની પાસે ગોપાલ ટ્રાવેલ્સ ની બસ ને રોકી અંદાજિત 2.50 કરોડ રૂપિયા ના આગણીયા પેઢી ના હીરા ની લૂંટ ના નિષ્ફળ પ્રયાસ માં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરતા એફ. એસ.એલ , ફીગર પ્રિન્ટ એક્ષ્પર્ટ ની મદદ ઉપરાંત સાયન્ટિફિક રીતે એક તરફ તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ પોલીસ દ્વારા સાયબર સેલ, એલસીબી અને એસ.ઓ.જી મદદ ટેક્નિકલ સર્વેલન્સ શરૂ કર્યું છે.

તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સ ની મદદ થી લૂંટારુઓ ના સગર મેળવવાની તજવીજ શરૂ કરી છે. આ ઉપરાંત નેશનલ હાઇવે નંબર 48 પર હોટલ સહીત હાઇવે પર લાગેલા સીસીટીવી તેમજ ટોલ પ્લાઝા ના સીસીટીવી મેળવી રહ્યા છે. આ ઉપરાંત બસ માં રહેલ મુસાફર તેમજ ક્લીનર અને ઇજાગ્રસ્ત યુવક પાસે લૂંટારુ ના ચહેરા તેમજ દેખાવ અંગે ના વર્ણન મેળવી ને તેના સ્કેચ તૈયાર કરવાની પણ કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...