તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:અંકલેશ્વર શહેરમાં 5, ગ્રામ્યમાં 4 પોઝિટિવ, તંત્ર બેધ્યાન, લોકો પણ બેફિકર

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના દર્દીનો આંક 329 પર પહોંચ્યો તાલુકામાં 92 દર્દી હજુ સારવાર હેઠળ

અંકલેશ્વરમાં કોવિડના વધુ 9 દર્દી સામે આવ્યા છે. શહેરમાં 5 તેમજ ગ્રામ્યમાં 4 કોરોના દર્દી નોંધાયા છે. કોરોના દર્દીનો આંક 325 પર પહોંચ્યો છે. શહેરમાં વધત જતા કોરોના દર્દીઓ ની સંખ્યા વચ્ચે તંત્ર બેધ્યાન જોવા મળી રહ્યું છે સાથે લોકો પણ બેફિકરાઈ ભર્યું વર્તન કરી રહી છે. અંકલેશ્વરમાં ગ્રામ્યમાં 159 તેમજ શહેર અને નોટીફાઈડ માં 170 કેસ નોંધાયો છે. અત્યાર સુધી 131 દર્દી સાજા થઇ ગયા છે જયારે 92 દર્દી સારવાર હેઠળ છે.

ગુરુવારે કોરોના દર્દીમાં જમાઈ મોહલ્લામાં 31 વર્ષીય યુવાન, નવી દીવી તુલસીવિલા સોસાયટી ખાતે 60 વર્ષીય આધેડ, પારેખ ફળીયા ખાતે 44 વર્ષીય યુવાન, જીતાલી ગામ ખાતે 46 વર્ષીય મહિલા, તેલવા ગામ ખાતે મસ્જિદ ફળીયા ખાતે 55 વર્ષીય મહિલા, ગુજરાત હાઉસિંગ બોર્ડ 49 વર્ષીય આડેધ, ભરકોદ્રા ગામના સમૃદ્ધિ પાર્ક ખાતે 77 વર્ષીય વૃદ્ધ, જોસીયા ફળીયા ખાતે મહિલા 74 વર્ષીય વૃદ્ધા,સરસ્વતી પાર્ક ગડખોલ ખાતે 68 વર્ષીય આડેધનો રિપોર્ટ પોઝેટીવ આવતા કોવિડ હોસ્પિટલ ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...