પાણીમાં ટ્રેક્ટર તણાયું, LIVE વીડિયો:અંકલેશ્વરના પિલુદ્રા ગામના 5 વ્યક્તિઓ ટ્રેકટર સાથે પાણીના પ્રવાહમાં તણાયા; 4ને બચાવાયા જ્યારે 1 ગુમ

3 મહિનો પહેલા

અંકલેશ્વરમાં પડેલા મુશળધાર વરસાદના કારણે અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામમાંથી પસાર થતી વનખાડીના પાણીના પ્રવાહથી છેલ્લા 2 દિવસથી માર્ગો બંધ થઇ જવા પામ્યા છે. જેના કારણે વનખાડીનું પાણી નાના પુલ પરથી પસાર થઇ રહ્યું છે. ત્યારે આજરોજ પીલુદરા ગામના રહીશ અને અન્ય સભ્યો ટ્રેકટર લઇ નાના પુલ પરથી ગામમાં આવી રહ્યા હતા. તે સમયે વન ખાડીના પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર ખેંચાઈ જવા પામ્યું હતું. જેનો લાઈવ વીડિયો હવે સામે આવ્યો છે.

ગુમ થયાની જાણ થતા જ લોકોએ શોધખોળ હાથ ધરી હતી
ગુમ થયાની જાણ થતા જ લોકોએ શોધખોળ હાથ ધરી હતી

5 વ્યક્તિઓને લઈ ટ્રેક્ટર તણાયું
ટ્રેક્ટરમાં સવાર 5 વ્યક્તિઓ પણ ટ્રેક્ટર સાથે તણાવા લાગ્યા હતા. જોકે સમય દરમિયાન નજીકમાં રહેલા ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવીને પાણી પ્રવાહમાં ખેંચાઈ રહેલા 5 વ્યક્તિ પૈકી 4 વ્યક્તિને બચાવી લીધાં હતાં. એક વ્યક્તિ પાણીમાં ખેંચાઈ જતા હજી સુધી ભાળ મળી નથી. ઘટના અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સાથે NDRFની ટીમ સ્થળ પર દોડી આવી ગુમ વ્યક્તિની શોધખોળ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...