તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી સંગ્રામ:અંકલેશ્વર પાલિકાની ચૂંટણીમાં 112 પૈકી 5 ફોર્મ રદ, કોંગ્રેસનો મેન્ડેટ ન હોય 4 અને જાતિનું પ્રમાણપત્ર ન હોવાથી 1 ફોર્મ રદ થયું

અંકલેશ્વર17 દિવસ પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં ભરાયેલા કુલ 112 પૈકી 5 ફોર્મ રદ્દ થયા હતા. જેમાં કોંગ્રેસનો મેન્ડેટ ન હોવાથી 4 ફોર્મ જ્યારે 1 ફોર્મમાં જાતિનું પ્રમાણપત્ર ન હોવાના કારણે રદ્દ થયું હતું. ભાજપેે મતદાન પૂર્વેજ ખાતું ખોલાવતાં વોર્ડ નંબર 6 માં એક ઉમેદવાર બિન હરીફ થયો છે. હવે 107 ઉમેદવારો મેદાનમાં છે. 16 મી ના રોજ ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. જોકે, કોંગ્રેસે ડમી ઉમેદવાર ન રાખતા વોર્ડ નંબર 6માંથી એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.

અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી દિવસે દિવસે ખરા ચૂંટણી જંગ પૂર્વેજ રસપ્રદ બની રહી છે. એક તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 6 માં ઉભા રાખેલા મહિલા અંજનાબેન પરમાર નું ફોર્મ જાતિનું પ્રમાણપત્ર ન હોવાના કારણે રદ્દ થયું છે, તો વોર્ડ નંબર 1 માં કોંગ્રેસ ઉમેદવારી નોંધાવનાર અશોકભાઈ મોદીને પાર્ટીનો મેન્ડેટ ના મળતા તેમનું ફોર્મ રિજેટ થયું છે. તેવો દ્વારા પાર્ટી ને મેન્ડેટ ના આપી તેમની જોડે ગદ્દારી કરી હોવાના આક્ષેપ સાથે સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ ઉપરાંત વોર્ડ નંબર 7 માં પાર્થ પ્રજાપતિ, કેયુર રાણા, અને ભાવિકા ગોહિલનું ફોર્મ પાર્ટી મેન્ડેટ ના હોવાથી રદ થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણ ઉમેદવાર ડમી હતા. કોંગ્રેસ દ્વારા વધુ પડતા આત્મવિશ્વાસને લઇ અન્ય વોર્ડ માં ડમી ઉમેદવાર ના ઉભા રાખતા પરિણામ ભોગવ્યું પડ્યું હતું ને ચૂંટણી જગ યોજાય એ પૂર્વેજ ભાજપ ને એક બેઠકની ભેટ આપી દીધી હતી. જેમાં અંજનાબેન પરમારનો ફોર્મ રિજેક્ટ થતા તેની પ્રતિ સ્પર્ધી જ્યોત્સનબેન રાણા હાલ બિન સત્તાવાર રીતે બિન હરીફ થઇ ગયા છે. ચૂંટણીનો જંગ લડે તે પૂર્વેજ એક બેઠક મેળવી વિજય ખાતું ખોલાવી વિરોધી છાવણી માં સોપો પાડી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો