યુિનયન બેંક લૂંટ કેસ:અંકલેેશ્વરમાં બેંક લૂંટવા આવેલી ગેંગના 5 સાગરીતો સાત દિવસના રિમાન્ડ પર

અંકલેશ્વર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુિનયન બેંક લૂંટમાં હજી 7 લાખ રૂપિયાની રિકવરી તથા આરોપી પકડવાના બાકી

અંકલેશ્વર યુનિયન બેંક ના બિહારી ગેંગના 5 સભ્યો 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ ફાયરિંગમાં ઘાયલ મુખ્ય સૂત્રધાર હજી વડોદરા ખાતે સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા 6.44 લાખ રિકવર કરવા તેજ તમાચા ક્યાંથી લાવ્યા અને પ્લાન બન્યા બાદ રેકી સહીત અનેક મુદ્દા પર કોર્ટ રજૂ કર્યા હતા. તમામ દલીલ આધારે 7 દિવસના રિમાન્ડ મંજુર થતા પોલીસ તમામ આરોપી ઇન્ટ્રોગેશન શરુ કર્યું હતું. અંકલેશ્વર માં યુનિયન બેંક ની થયેલ દિલધડક લૂંટ માં માં ગણતરીના કલાકોમાં જ પોલીસે 6 આરોપી ને ઝડપી પાડ્યા હતા અને 44.24 લાખ રૂપિયાની લૂંટ નો ભેદ ઉકેલી નાખ્યો હતો.

ગત રોજ ઝડપાયેલ 5 આરોપી ને આજરોજ અંકલેશ્વર કોર્ટ ખાતે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા ઝડપાયેલ 5 સભ્યોની ગેંગ છે કે કેમ અને લૂંટારુ ગેંગ હોય તો તેના અન્ય સાગરિક છે કે કેમ ? લૂંટ માં વપરાયેલ તમાચા સિવાય અન્ય કોઈ હથિયાર નો ઉપયોગ કર્યો છે. કે કેમ ? અને લૂંટ માં વપરાયેલ હથિયાર કહ્યા થી લાવ્યા અને કોની પાસે થી લાવ્યા ? લૂંટ પૂર્વે બેંક ખાતે રેકી કરી હતી તો કોણ કોણ બેંક ખાતે પહોંચી આખો પ્લાન બનાવ્યો હતો. અને અને ઝડપાયેલા આરોપી ઓ એ અન્ય કોઈ લૂંટ ને અંજામ આપ્યો છે.

કે કેમ તેમજ તેમના ગુનાહિત ઇતિહાસ માટે બિહાર સુધી તપાસ કરવા અંગે ના મુદ્દા આધારે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી પોલીસ ના દલીલ ને ગ્રાહ્ય રાખી પોલીસ માગેલા 7 દિવસના રિમાન્ડ ની માગણી ને ગ્રાહ્ય રાખી 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ મળતા જ પોલીસ ની અલગ અલગ ટીમ દ્વારા ઝડપાયેલ 5 આરોપી નું અલગ અલગ ઇન્ટ્રોગેશન શરુ કર્યું હતું. અને કોર્ટ માં કરેલ દલીલો આધારિત તેમની પાસે થી વિગતો મેળવવાની તજવીજ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...