હાલાકી:વરસાદી માહોલ વચ્ચે ઝાડેશ્વર ચોકડીથી 5 કિમીનો ટ્રાફિકજામ

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદી માહોલ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર સર્જાયેલ ટ્રાફિકજામ નજરે પડે છે. - Divya Bhaskar
વરસાદી માહોલ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર સર્જાયેલ ટ્રાફિકજામ નજરે પડે છે.
  • વડોદરાથી સુરત તરફ જતા વાહનો ટ્રાફિકમાં અટવાયા હતા

વરસાદી માહોલ વચ્ચે ને.હા 48 પર ભારે ટ્રાફિકજામ દ્રશ્યો સામે આવ્યા હતા. જે 2013 માં આવેલ 28 ઓગસ્ટ ના દિવસ ની યાદ તાજી કરાવી હતી. એક તરફ, વરસાદ, નર્મદા નદીના પૂર અને તે વચ્ચે હાઇવે પર ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ- અંકલેશ્વર ને જોડાતા નેશનલ હાઇવે નંબર -48 પર પૂર ના સંકટ વચ્ચે ફરી ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા હતા. ઝાડેશ્વર ચોકડી થી 5 કી મી સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. વડોદરાથી સુરત તરફ જતા અનેક વાહનો ટ્રાફિકમાં અટવાયા હતા. તો સુરત થી વડોદરા તરફ જતા વાહનો પણ 3 કિમિ કતારો જોવામળી હતી. જે મુલદ ટોલ પ્લાઝા બંને તરફ વાહનો કતાર જામી હતી.

2013 માં આવેલ ભયાવહ પૂર માં પણ આજ દ્રશ્યો સામે આવ્યા હતા. જયારે પણ પૂર, વરસાદ અને ટ્રાફિકજામ વચ્ચે એક સ્થળે ત્રણ તબક્કે જનજીવન ખોળવાય ગયું હતું જેમાં ચાલુ વર્ષે કોવિડ -કોરોના ઉમેરો થયો છે. કોરોના વચ્ચે કુદરતી આપડાએ તંત્રને ચારે ખાને ચિટ કરતા હોય તેવી પરિસ્થિતિ સર્જી હતી જે વચ્ચે છેલ્લા 24 કલાક થી તંત્ર ખડેપગે કામગીરી માં જોતરાયું છે.

ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ માટે કેબલ બ્રિજ બન્યો છતાં સમસ્યા જૈસે થે
ભરૂચ નજીકથી પસાર થતા હાઈવે ઉપર વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે કરોડોના ખર્ચે કેબલ સ્ટેઈજ બ્રીજ બનાવવામાં આવ્યો છે. જેનાથી ટ્રાફિક તો હળવો થયો છે. પરંતુ વરસાદી સિઝનમાં ક્યારેક ક્યારેક ટ્રાફિક સર્જાતો રહે છે. સાથે જૂનો સરદાર બ્રીજ અને નવો સરદાર બ્રીજ બંને ઉપર મસમોટા ખાડા પડવાથી વાહનોને પસાર થવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...