વિકાસના કામો:અંકલેશ્વર પાલિકામાં 5 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.2.37 કરોડના ખર્ચે દીવા રોડ પર સ્ટોર્મ વોટર બોક્સિંગ કાંસ બનાવાશે

અંકલેશ્વર શહેર માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ પ્રોજેકટ નિર્માણ પામનાર છે ત્યારે 5 કરોડ ના બે પ્રકલ્પો નું ભૂમિ પૂજન સમારોહ યોજાયો હતો.જેમાં 2.37 કરોડના ખર્ચે દીવા રોડ પર વરસાદી પાણીનો સ્ટોર્મ વોટર બોક્સિંગ કાંસ અને ત્રણ રસ્તા સર્કલ નજીક રૂપિયા 2.17 કરોડના ખર્ચે શોપિંગ સેન્ટર નું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય વિકાસ ના કામો મળી અંદાજે 5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર પ્રકલ્પનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા ના પ્રમુખ વિનય વસાવા, ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ તેમજ નગર સેવકો, ભાજપના આગેવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે એ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર ની જેમ શહેરી વિસ્તારમાં અનેક વિધ વિકાસના કામો કરી વેગવંતો કર્યો છે. અંકલેશ્વર માં આજે 5 કરોડ ઉપરાંત ના વિકાસ ના કામો નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. જે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. અને શહેર ની સુખાકારી માં વધારો થશે ત્યારે શહેરના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...