નિચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યાં:હાંસોટના કઠોદરા સહિતના ચાર ગામોમાં પાણી ભરાતાં 405 અરસગ્રસ્તોનું સ્થળાંતર કરાયું

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કીમ અને નર્મદા નદીના જળસ્તર વધવાથી ચારેય ગામમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યાં

હાંસોટમાં કીમ અને નર્મદા નદી વધતા જળસ્તર વચ્ચે 405 લોકોનું સ્થળાંતર કરાયું હતું. કઠોદરા,પાંજરોલી, ઓભા તથા આસર ગામોમાં વરસાદી પાણીમાં ફસાયેલાં લોકોને સલામત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યાં છે. હાંસોટ તાલુકાના ચાર ગામો ના 405 અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કવાયત તંત્રએ હાથ ધરી હતી.

છેલ્લા ચાર દિવસથી હાંસોટ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આજુબાજુના તાલુકામાં પણ ભારે વરસાદ પડતાં નર્મદા નદી તથા કીમ નદીમાં જળસ્તરમાં વધારો થઇ રહયો છે. હાંસોટ તાલુકાના કઠોદરા, પાંજરોલી,ઓભા તથા આસરમાં ગામના 405 જેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હાંસોટના મામલતદાર હાર્દિક બેલડીયાના માર્ગદર્શન હેઠળ સરપંચ અને તલાટીની ટીમો કામે લાગી છે. કઠોદરામાંથી 54 પાંજરોલીમાંથી 107 ઓભા ગામેથી 96 તથા આસરમા ગામેથી 148 મળી કુલ 405 અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવનાર છે. તાલુકાનો સિઝનનો 30 ટકા વરસાદ તો ચાર દિવસ માં જ પડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...