ધરપકડ:અંકલેશ્વરમાંથી 31 પશુ ભરેલા બે ટેમ્પો સહિત 4 શખ્સો ઝબ્બે

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુઓ કતલ કરવાના ઈરાદે મહારાષ્ટ્ર તરફ લઇ જવાતા હતાં

અંકલેશ્વરમાં 31 પશુ ભરેલા બે ટેમ્પો સહિત 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યાં હતા. ભડકોદરા ખાતે કતલના ઈરાદે લઈ મહારાષ્ટ્ર તરફ લઇ જવાતા 31 પશુ ને મુક્ત કરાવી ગૌશાળા માં મોકલી આપવામાં આવ્યા હતા. 3.10 લાખ ની 31 ભેંસો મળી પોલીસે કુલ 9.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વરના ભડકોદરા પાટિયા પાસેથી કતલ કરવાના ઈરાદે લઈ જવાતા 31 પશુઓ ભરેલા બે ટેમ્પોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે પશુઓને મુક્ત કરાવી 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

બનાવની વિગતો અનુસાર વાલિયા ચોકડી તરફથી ગૌ વંશ ને કતલ કરવા લઇ જતા બે શંકાસ્પદઆઇસર ટેમ્પો અંકલેશ્વર વાલિયા માર્ગ પરથી પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદરા પાટિયા પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બાતમી વાળા બંને ટેમ્પો આવતા પોલીસે તેઓને અટકાવ્યા હતા અને બંને ટેમ્પોના પાછળ લાકડાના પાટિયા ખોલી ચેક કરતા તેમાં અત્યંત ક્રૂરતાપૂર્વક ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના બાંધેલા 31 પશુઓ મળી આવ્યા હતા.

પોલીસે પશુઓ અંગે સક્ષમ અધિકારીની મંજૂરી અંગેના પ્રમાણ પત્ર બંને ટેમ્પો ચાલક પાસે માંગતા તેઓએ નહીં હોવાનું જણાવ્યુ હતું. જેથી પોલીસે કરજણ તાલુકાનાં વલણ ગામના સુન્ની મસ્જિદ ફળિયામાં રહેતો ઇલ્યાસ વલી કોલા, મહેબૂબ અહમદ ઇબ્રાહિમ પટેલ, દાઉદ ઈસ્માઈલ પડિયા અને યુનુસ ઇશાક ઈસ્માઈલ પટેલને ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે તમામ 31 પશુઓને મુક્ત કરાવ્યા હતા અને ગૌ શાળા મોકલી આપ્યા હતા. જયારે. 3.10 લાખના પશુધનઅને બે ટેમ્પો મળી કુલ 9.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...