તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અંકલેશ્વરમાં સટ્ટો રમતા 2 મહિલા સહિત 4 ઝડપાયા, એલસીબીએ નવી નગરીમાં દરોડો પાડ્યો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નવી નગરી ખાતે ચાલતા સટ્ટા-બેટિંગ અડ્ડા પર એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં આંક ફરકનો જુગાર રમાડતા 2 મહિલા સહીત 4 જુગારીને પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યા હતા. પોલીસે 5900 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ભરૂચ એલસીબી પોલીસના એ.એસ.આઈ બાલુભાઈ તેમજ સાથી સભ્યો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી આધારે નવીનગરી ખાતે ભારતી રામુ વસાવા ના ધરે દરોડા પાડ્યા હતા. જ્યાં આંક ફરકનો જુગાર રમાડતા ભારતી વસાવા, સુનિતા વસાવાને રંગે હાથો ઝડપી પાડ્યા હતા.

જ્યારે જુગાર રમવા આવેલા ભદ્રેશ સોની તેમજ જુમ્મન સિંધાને પણ આંક ફરકનો જુગાર રમતા પોલીસે ઝડપી પાડ્યા હતા અને તમામની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. પોલીસે તેમની પાસેથી આંક ફરકનો જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂપિયા 5900 જપ્ત કર્યા હતા. અને તમામ વિરુદ્ધ શહેર પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ શહેર પોલીસે આરંભી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser