ઉપરવાસમાંથી 2 લાખ 30 હજાર ક્યુસેક પાણીની આવક સાથે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી શુક્રવારે સાંજે 7 વાગે 130.99 મીટર પહોંચી છે. નર્મદા ડેમમાંથી હાલ 3 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી 1 થી 2 લાખ ક્યુસેક પાણી છોડવાના મેસેજના 2 દિવસ બાદ શુક્રવારે ઓમકારેશ્વર ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાતાં સાંજે નર્મદા ડેમના 30 પૈકી 15 દરવાજા 3 ફૂટ ખોલી 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડ્યું હતું. 24 કલાકમાં ડેમની સપાટી વધે તેવી શક્યતા વચ્ચે સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલાતા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યૂસેક પાણી છોડાતા નર્મદા જિલ્લાના 24 સહિત ભરૂચ અને વડોદરાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.
નર્મદા ડેમની સપાટીમાં સતત 8 દિવસથી વધારો નોંધાઇ રહ્યો છે. ઉપરવાસમાંથી શુક્રવારે બપોરે 85,390 ક્યુસેક પાણીની આવક બાદ સાંજે 7 વાગે ઘટીને 45395 ક્યુસેક થઇ છે. જોકે, ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી બપોરે 3 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટી 131.11 મીટરે પહોંચી છે.
હાલ ડેમના દરવાજા પર 10 મીટર સુધી પાણી ભરાઇ ગયું છે. ડેમની જળસપાટી વધતા રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન શરૂ કરાયા બાદ શુક્રવારે સિઝનમાં પહેલીવાર ડેમના 10 દરવાજાને 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 3 લાખ ક્યૂસેક પાણી છોડવા ઉપરાંત વીજ મથકો ચાલુ થતાં નર્મદા નદીમાં 40,136 ક્યુસેક પાણી ઠલવાતા 90 હજાર ક્યુસેક પાણીના આઉટફ્લોથી નર્મદા નદી બન્ને કાંઠે વહી રહી છે. જેના પગલે નર્મદા જિલ્લાના 3 તાલુકાના 24 ગામો સહિત વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ કરી દેવામાં આવ્યા છે. ઓમકારેશ્વર ડેમમાંથી છોડાયેલું પાણી 24 કલાકમાં નર્મદા ડેમ ખાતે પહોંચતા સપાટી વધે તેવી શક્યતા છે.
નર્મદા કેનાલ સાથે લિન્ક કરેલા રાજ્યના 108 તળાવો ભરાશે
નર્મદા ડેમમાં પાણીની સપાટી વધતા કરજણ કેનાલમાં પાણી 7 હજાર ક્યુસેક કરવામાં આવ્યું છે. જેના દ્ધારા નર્મદા કેનાલ સાથે લિન્ક કરેલા રાજ્યના 108 તળાવો ભરવામાં આવશે.
ડેમના પ્રવાહને રોકે છે 4500 હાથી જેટલા વજનના 30 દરવાજા
નર્મદા ડેમ ખાતે 30 વિશાળ રેડિયલ ગેટ સરદાર સરોવરનું લાખો ક્યુસેક પાણી રોકે છે. એક દરવાજાનું વજન 450 ટન એટલે કે 150 હાથી જેટલું હોય છે. એટલે કે કુલ 4500 હાથીના વજન જેટલા 30 દરવાજા ડેમની સુરક્ષા કરે છે. આ માહિતી સરદાર સરોવર નર્મદા નિગમના એમડી ડૉ.રાજીવકુમાર ગુપ્તાએ શુક્રવારે ટ્વિટર પર આપી હતી.
આજથી ગુજરાતમાં ફરી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.