એપ્રેન્ટીસ ભરતી મેળો:ભરતી મેળામાં 1305 જગ્યા માટે 3166 લાભાર્થી આવ્યાં

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં 4 સ્થળે યોજાયેલ રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળામાં 1305 વેકેન્સી સામે 3166 લાભાર્થી આવ્યા છે. અંકલેશ્વર 463 વેકેન્સી સામે 1666 , ભરૂચ માં 206 સામે 750, વાગરા માં 285 સામે 350 અને વાલિયા માં 351 સામે 400 લાભાર્થીઓ આવ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-પાનોલી ની 44, ભરૂચમાં 30, વાગરા માં 21 અને વાલિયા માં 20 ઔદ્યોગિક એકમ મળી 115 કંપનીઓ એ ભાગ લીધો હતો. ચાર તાલુકા ની ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો.

ભરૂચ જિલ્લા માં ભરૂચ, વાગરા અને વાલિયા આઈ.ટી.આઈ ખાતે એક સાથે 4 સ્થળે એપ્રેન્ટીસની ભરતી મેળો યોજાયો હતો. જેમાં જિલ્લા કુલ 115 જેટલી કંપની ભાગ લીધો અને 1305 વેકેન્સી બેઠક માટે 3166 લાભાર્થીઓને ચકાસ્યા હતા અને તેમને નિમણૂક કરી હતી. ITIમાં પાસ થનાર એ.ઓ.સી.પી. , કોપા, એલ.એ.સી.પી. , ઇલેકટ્રીશિયન, ફીટર, આર.એફ.એમ, આઈ.એમ સહિતના વિવિધ કોર્સ અંતર્ગત કંપની ખાતે ભરતી પ્રક્રિયા યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...