તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:અંકલેશ્વર GIDCમાં શ્રમજીવીઓના 30 ઝુંપડાં આગ લાગતાં બળીને ખાક

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝુંપડામાં રહેતા શ્રમિકો હોળીના પર્વને લઈને વતન પહોંચ્યા અને ઝુંપડામાં આગ લાગી

અંકલેશ્વર જીઆડીસીમાં જેબી કેમિકલ નજીક શ્રમજીવીના અંદાજિત 30 થી વધુ ઝુંપડા બળીને ખાખ થઇ જવા પામ્યા હતા, ઝુંપડામાં રહેલ મજૂરો હોળી પર્વ અનુલક્ષી ને વતન પહોંચ્યા અને ઝુંપડા કોલોનીમાં આગ લાગી હતી. મૂકી ગયેલી ઘરવખરી બળીને ખાખ થઇ જવા પામી હતી. આગ માં કોઈ જાન હાનિ નહિ સર્જાય ના હતી. ડીપીએમસી ફાયર ટીમ ને જાણ કરવામાં આવતા 1 કલાક ની જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી માં જેબી કેમિકલ કંપની નજીક આવેલ ખુલ્લા પ્લોટ માં દાહોદ -ગોધરા સહીત વિસ્તાર માં શ્રમજીવી મજૂરો ઝુંપડા બાંધી રહેતા હતા તેવો હાલમાંજ ધુલી પર્વ ને લઇ પોતના વતન તરફ ગયા હતા જ્યાં ખાલી પડેલી તેમની ઝુંપડા કોલોની માં ગુરુવાર ના બપોરે 2 વાગ્યા ના કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા માં આગે વિકરાર સ્વરૂપ લેતા આખી કોલોની ચપેટ માં આવી ગઈ હતી અને અંદાજિત 30 થી વધુ ઝુંપડા આગ ની ચપેટ માં આવી ગયા હતા આ અંગે ડીપીએમસી માં જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 3 જેટલા ફાયર ટેન્ડર ની મદદ થી એક કલાક ઉપરાંત થી જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો