તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂષિત પાણી વહ્યું:નર્મદા ક્લિન ટેકને GPCB દ્વારા 30 દિવસની સમય મર્યાદાની ક્લોઝર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગોનું દૂષિત પાણી શુદ્ધ કરતી કંપની જ રડારમાં
  • સજોદ પાસે લાઈનમાં ભંગાણ સર્જાતા દૂષિત પાણી વહ્યું હતું

અંકલેશ્વર પાનોલી ઉધોગો અને દુષિત પાણીનું વહન કરતી નર્મદા ક્લિન ટેક લિમિટેડને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ ફટકારી છે. એશિયાની સૌથી મોટી જીઆઇડીસી અંકલેશ્વર માં આવેલી છે, જ્યાં હજારો નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે. ત્યારે આ ઉધોગોમાંથી સમયાંતરે એક યા તો બીજા સ્વરૂપમાં દૂષિત અથવા કેમિકલ યુક્ત પાણી નીકળતું હોઈ છે જેને NCT એટલે કે નર્મદા ક્લીન ટેક મારફતે શુદ્ધ દરિયામાં વહન કરી દેવામાં આવે છે. ત્યારે ઉદ્યોગોનું ગંદુ પાણી એનસીટીની સંગ્રહિત પોન્ડમાંથી ઓવરફ્લો થઈ આમલાખાડી માં નિકાલ થતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

આ બાબતે અનેક પર્યાવરણ પ્રેમીઓ અને આસપાસના જાગૃત ગ્રામજનો દ્વારા સમયાંતરે પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી અને અંતે ગુજરાત પ્રદૂષણ નિવારણ બોર્ડ ની સ્થાનિક કચેરી દ્વારા સ્થળ તપાસ કરી પ્રથમ સેમ્પલ લીધા બાદ કંપની પ્રાથમિક સ્થળ નોટિસ ફટકારી આ અંગે વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો. જે બાદ નર્મદા ક્લીન ટેક કંપનીને 30 દિવસની નોટિસ ઓફ ક્લોઝર ડાયરેક્શન ફટકારવામાં આવી છે.

આ ક્લોઝર નોટીસ 30 દિવસ પછી અસરકારક રહેશે અને જો નર્મદા ક્લીન ટેક (એનસીટી)નું દિન 30માં રીવૉકેશન ન થાય તો આવનાર દિવસોમાં અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગને માસની ક્લોઝરની સંભાવનાને પણ નકારી શકાય નહીં. નર્મદા ક્લીન ટેક ની હાલની ક્ષમતા 60 એમ.એલ.ડી છે જેની સામે 40 એમ.એલ.ડી ની મંજૂરી મળી છે. વધારાનો જથ્થો આવતા સમસ્યા સર્જાઈ રહી છે.

જીપીસીબીના ડાયરેક્શન પ્રમાણે રિપોર્ટ કરી રિવોક મેળવવાના પ્રયત્નો કરાશે
સજોદ પાઈપ લાઈન ભંગાણ સમયે ઉદ્યોગો પ્રદુષિત પાણી એનસીટી તરફ ના છોડવાની હિદાયત આપી હતી તેમજ નોટીફાઈડ વિભાગને પણ ફાઇનલ પમ્પીંગ સ્ટેશનના વાલ્વ બંધ કરવા તાકીદ કરી હતી. જે તે વખતે એક વાલ્વ બંધ ન કરતા ઉદ્યોગોનું પ્રદુષિત પાણી એનસીટી તરફ આવ્યો હતો. લાઈનના ભંગાણને લઇ વધુ પડતો જથ્થો આવતા પ્લાન્ટમાં ઓવર ફ્લો થયો હતો. એનસીટી પ્લાન્ટ ખાતે જરૂરી અપગ્રેડ અંગેના એક્શન પ્લાન બનાવી જીપીસીબીના ડાયરેક્શન પ્રમાણે રિપોર્ટ કરી રિવોક મેળવવામાં આવશે.- પ્રફુલ પંચાલ, ચીફ ઓપરેશન હેડ, નર્મદા ક્લીન ટેક.

દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ જે ઉદ્યોગોના પ્રદુષિત પાણી દરિયામાં દૂર જઈને છોડે છે
તત્કાલીન પી.એમ નરેન્દ્ર મોદી દ્વારા સરકાર અને ઉદ્યોગો ના સંયુક્ત સાહસ વડે દેશનો પ્રથમ પ્રોજેક્ટ એવા નર્મદા ક્લીન ટેક કંપની સ્થાપના કરી હતી . અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયા ઔદ્યોગિક વસાહત ના ઉદ્યોગો માંથી નીકળતું પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ કરી 45 કિમી દૂર કંટીયાજાળ પાસે દરિયામાં 10 કિમી અંદર ડીપ સી માં જ્યાં જીવ સૃષ્ટિ નથી ત્યાં છોડવામાં આવતું હતું.

ક્રિટીકલ ઝોનમાં ઉદ્યોગો હોવાથી વિકાસ રૂંધાયો
અંકલેશ્વર પાનોલી ઉદ્યોગો ક્રિટિકલ ઝોન માં હોવાથી સ્થાનિક ઉદ્યોગો નું વિસ્તૃતીકરણ થઇ રહ્યું નથી જે વચ્ચે ઉદ્યોગો વિકાસ રૂંધાઇ રહ્યો છે. આ વચ્ચે હવે એનસીટી કંપની મળેલી ક્લોઝર નોટિસ ને લઇ ઉદ્યોગોની ચિંતામાં વધારો થયો છે. જૂજ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને લઇ આખી એસેટ ને સમસ્યા નડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...