તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માત:ગડખોલ નવા બ્રિજ પર બાઈક ચાલક ડિવાઇડરમાં ભટકાતાં 3 વર્ષનું બાળક 25 ફૂટ નીચે પટકાતાં મોત

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકને ખોળામાં લઇને આક્રંદ કરતી માતા. - Divya Bhaskar
બાળકને ખોળામાં લઇને આક્રંદ કરતી માતા.
  • નાયબ મુખ્યમંત્રીએ બ્રિજનું 10 દિવસ પહેલા લોકાર્પણ કર્યું હતું

અંકલેશ્વર ગડ્ખોલ ફાaટક ઓવર બ્રિજ પર થી 3 વર્ષીય બાળક નીચે પતકાતા મોત નીપજયુ હતું. મોટર બાઈક પર પિતા એ કાબૂ ગુમાવતા ડિવાઇડર જોડે બાઈક ભટકાઇ હતી.બાળક હાથ માથી ઉછળીને 25 ફૂટ નીચે પડ્યું હતું. ગંભીર ઈજા ના પગલે બાળક નું મોત થવા પામ્યું હતું. શહેર પોલીસ ધટના સ્થળે દોડી આવીં હતી. ભાસ્કર પહેલાજ લાઇટ અને સાઇડ ફૂટપાથ ના હોવા થી અકસ્માત ના ભય ની ભીતિ વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત ધટના સ્થળ ની વિગતો અનુસાર અંકલેશ્વર નવ નિર્મિત ગડ્ખોલ ફાટક બ્રિજ પર રાત્રિ ના સાડા આઠ થી નવ વાગ્યા ના અડ્સમા અંકલેશ્વર શહેર થી ભરૂચ તરફ જવા ના ભાગ ઉપર એક દંપતી પોતાના 3 વર્ષીય બાળક ને લઈ મોટર બાઈક પર નીકળ્યા હતા જ્યાં બ્રિજ ના સુરવાડી ગામ તરફ ના ભાગ પાસે અચાનક બાઈક પર પિતા એ કાબૂ કોઈ કારણ સર ગુમાવ્યો હતો અને બાઈક ડિવાઇડર સાથે ભટકાઇ હતી જ્યાં બાળક હાથ માથી ઉછળી ને બ્રિજ નીચે 25 થી 30 ફૂટ ઉપર થી નીચે પટ્કાયુ હતું બાળક નીચે પડતાજ ગંભીર ઈજા પહોચી હતી પરિવાર દોડી નીચે બાળક પાસે પહોચી ને રિક્ષા માં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે પહોંચ્યું હતું જો કે હોસ્પિટલ પહોચે તે પૂર્વે બાળક નું મોત નીપજયુ હતું.

માતા અને પિતા ના હૈયા ફાટ રુદન વચ્ચે વાતાવરણ ગમગીન બન્યું હતું ધટના ની જાણ શહેર પોલીસ મથકે થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો જૉ કે પરિવાર ધટના સ્થળ કે હોસ્પિટલમાં પણ ના મળતા પોલીસે બાઈક ના નંબર આધારે પરિવારનો સંપર્ક કરવાની તજવીજ આરંભી છે ત્યારે હજી સુધી કોઈજ ફરિયાદ નોંધાઈ નથી.

બ્રિજ પિકનિક પોઇન્ટ બનતા લોકોની ભીડ વધી
બ્રિજ બન્યા બાદ લોકો બ્રિજ ને પિકનિક પોઇન્ટ બનાવી ચાલવા અને બાઈક રાઇડ પર આવી રહ્યાં છે જેને લઈ બ્રિજ પર ફૂટપાથ ના હોવા થી લોકો રોડ પર ચાલી રહ્યાં છે અને લાઇટ ના હોવાથી અકસ્માત ની સંભાવના વધી હોવા છતાં લોકો ફરવાની સાથે બાઈક કાર પાર્ક કરી બેસી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...