કાર્યવાહી:ગૌવંશની હેરાફેરી કરવામાં વપરાયેલાં 3 વાહન ખાલસા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંક્લેશ્વરમાં બે, વાલિયામાં એક વાહન જપ્ત થયું હતું

અંકલેશ્વર પોલીસ ડિવિઝનમાં પશુ સંરક્ષણ અધિનયમ 6 એ અને 6 બી હેઠળના ગુનાઓમાં પકડાયેલા વાહનોને ડીવાયએસપીએ ચકાસણી કરીને સરકાર ખાલસા કરવામાં આવ્યા છે. ભરૂચ એસપી ડો લીના પાટીલની માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના DYSP ચિરાગ દેસાઇએ અંકલેશ્વર વિભાગના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ 2017 ની કલમ 6 (એ) એટલે આ વાહનમાં ગાયોની કતલ કરવાના ઈરાદે લઈ જવાતું હોય જ્યારે 6 (બી) એટલે જે વાહનમાં ગૌમાસ ભરેલું મળ્યું હોય તેવા વાહનોને પોલીસ પકડયા બાદ પોલીસ સ્ટેશનમાં રખાય છે.

આવા વાહનોને ખાલસા કરવાની એટલે તેને સરકાર હસ્તગત કરવાની સત્તા DYSPને અપાઇ છે. ખાલસા થયેલા વાહનોની પોલીસ સ્ટેશન દ્વારા હરાજી કરીને તે સરકારમાં જમા કરવામાં આવે છે. અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈએ અંકલેશ્વર રૂરલમાં પકડાયેલી એક સેન્ટ્રો કાર, અંકલેશ્વર શહેરમાં પકડાયેલી ઓટો રીક્ષા અને વાલીયામાં પિકઅપ ટેમ્પોના ગુનાની હકીકત મેળવી ચકાસણી કરી આવા ગુનામાં પકડાયેલા વાહનો સરકાર ખાલસા કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...