અંકલેશ્વર શહેર પોલીસની સર્વેલન્સ સ્કોર્ડ ને ચોક્કસ માહિતી મળી હતી કે ભાંગવાડ ના પંડિત નામ નો ઈસમ ઈંગ્લીશ દારૂની ખેપ લઇ આવી રહ્યો છે. જે આધારે પોલીસે જીઆઇડીસી બસ ડેપો પાસે વોચ ગોઠવતા પોલીસે બસ માંથી ઉતરી અન્ય સાથી સાથે પંડિત જેવા ભેગા થતા જ પોલીસે ત્રણ ઈસમ ને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની અંગઝડતી લેતા પગના ભાગે તેમજ શરીરના અન્ય ભાગ પર ઈંગ્લીશ દારૂ ની પોટલી બનાવી સેલોટેપ થી ચોંટાડી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ભાંગવાડ ખાતે આવેલ નવી વસાહત માં રહેતો રાહુલ ઉર્ફે કાંચો રૂપેશપંડિત, ગજાનંદ સોસાયટી ખાતે રહેતા ધર્મેશ છગન પટેલ અને નવીનગરી ખાતે રહેતા મહેન્દ્ર હીરાલાલ ઓડ ની ધરપકડ કરી હતી અને તેમની પાસે અંગઝડતી માંથી 375 એમ.એલ ની 26 પોટલી કિંમત રૂપિયા 5200 મળી નો ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ ત્રણે ઈસમ ક્યાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ શરુ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.