કાર્યવાહી:અંકલેશ્વર પંથકમાં મહિલા અત્યાચારના 3 ગુના નોંધાયા

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર અને તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર માં શહેર તેમજ તાલુકા માં મહિલા અત્યાચાર ના 3 ગુના નોંધાયા છે. જેમાં પ્રથમ ફરિયાદ માં અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા ને તુષાર રસિક પટેલ નામના ઈસમ જોડે પ્રેમ સંબંધ બંધાયો હતો. તુષાર એ મહિલા ને વિશ્વાસ માં લઈ લગ્ન કરવાની લાલચ આપી લિવ ઈન રિલેશન શિપ માં રહેવાની શરૂઆત કરી હતી. અને શારીરિક સંબંધ બાંધી મહિલા ને પત્ની તરીકે અપનાવી હતી.

જો કે મહિલા લગ્ન કરવા જણાવતા અંતે તુષાર રસિક પટેલ મહિલા ને તરછોડી ફરાર થઇ ગયો હતો. અંતે મહિલા ને પોતાની સાથે પ્રેમ માં દગો મળ્યો હોવાનો અહેસાસ થતા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. બીજો બનાવ પણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બન્યો હતો. જ્યાં 17 વર્ષીય સગીરા ને સંદીપ યાદવ નામના ઈસમ એ લગ્ન ની લાલચ આપી સગીરા ને ઘર નજીક ની ભગાડી ગયો હતો.

સગીરા ના મળી આવતા અંતે સગીરાના પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. ત્રીજો બનાવ અંકલેશ્વર શહેરમાં બન્યો હતો. જેમાં અંકલેશ્વર શહેરમાં આવેલ સ્લમ વિસ્તારમાં રહેતી સગીરા ને અન્ય સ્લમ વિસ્તાર ના રાહુલ નામના ઈસમ ને પ્રેમ સંબંધ માં લગ્ન ની લાલચ આપી ભગાડી જતા સગીરાની માતાએ રાહુલ સામે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...