કાર્યવાહી:અંકલેશ્વરમાં ફાયર એનઓસી વિનાની 3 બિલ્ડિંગ સીલ કરાઇ

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગની ઘટનાઓ બાદ ફાયર સેફટીના સાધનો ફરજિયાત

અંકલેશ્વર પાલિકાના બાંધકામ ઈજનેર અલ્કેશ અમદાવાદી સહિત આસિફ શેખ અને અશ્વિન દવે અને ટીમ દ્વારા ભરૂચી નાકા એસ.આર. કોમ્પ્લેક્સ, તેમજ શહેર વિસ્તાર માં આવેલ ઉમા કોમ્પ્લેક્ષ, અને મારુતિ કોમ્પ્લેક્સના મુખ્ય દ્વારને સીલ કરવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર કેશવ કોલડિયા માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારના પરિપત્ર અનુસંધાને શહેર વિસ્તારમાં ફાયર એન.ઓ. સી વગરની બિલ્ડીંગ અને કોમ્લેક્સ સંચાલકોને અગાઉ સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...