કારણ અકબંધ:ભરૂચના કોસમડીમાં ઘર આંગણે પાર્ક કરેલ 3 બાઈક સળગી

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોસમડી ગામ સ્થિત રાધે પાર્ક ખાતે સન ફ્લોરા રેસિડન્સીમાં મકાન નંબર 60માં રહેતા વિકાસ ચંદ્ર પ્રેમ પ્રકાશ યાદવ પરિવાર સાથે ગત રોજ રાત્રે દસેક વાગ્યે મુંબઈ થી આવ્યા હતા. તમામ ઘરના સભ્યો સાથે જમી પરિવાર સુઈ ગયા હતા અચાનક રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ઘરના મોભી પ્રેમ પ્રકાશ યાદવ એ બહાર પાર્કિંગમાં ગાડી સળગતી જોતા બૂમાબૂમ કરી મૂકી હતી.

ઘર ના તમામ જાગી જતા તેઓ બહાર પાર્ક કરેલ બાઈક જેમાં રોયલ એનફિલ્ડ થન્ડરબર્ડ 350x,કે.ટી.એમ ડ્યુક 250ને હિરો હોન્ડા સ્પેલન્ડર સળગતી હતી. જેને ત્વરિત અસર થી તેવો ઘર માંથી પાણી લઈ આવી પાણી મારો કરી આગ બુઝાવી હતી જો કે આગ માં ત્રણે ગાડી સપડાઈ જતા અર્ધ બળી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...