ચૂંટણી:અંકલેશ્વર બેઠક પર 2.50 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશે

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 258 બૂથ પર 2100 જેટલાં ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે

અંકલેશ્વર- હાંસોટ વિધાનસભા ચૂંટણી માટે કુલ 2,50,637 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. કુલ 258 મતદાન મથકો પર 2100 ચૂંટણી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. અંકલેશ્વરના ચૂંટણી અધિકારી નૈતિકા પટેલની અધ્યક્ષતા હેઠળ તાલુકા સેવાસદનના સભાખંડ ખાતે ચૂંટણી પ્રક્રિયા માં જોડાયેલા કર્મચારીઓ સંકલન અંગેની બેઠક યોજાય હતી બાદ પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જેમાં મામલતદાર કરણસિંહ રાજપુત તેમજ હાંસોટના મામલતદાર હાર્દિક બેલડીયાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી અધિકારી નૈતિકા પટેલે જણાવ્યુ હતુ કે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ની ચૂંટણી આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે, ચૂંટણીમાં કુલ 258 બુથ પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે 2100 જેટલા ચૂંટણી કર્મચારીઓ ચૂંટણી દરમિયાન ફરજ નિભાવશે.

અન્ય સમાચારો પણ છે...