કાર્યવાહી:અંકલેશ્વરમાં ચૂંટણી પંચની ટીમોનું 24 કલાક વાહન ચેકિંગ

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી

ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો સુચારૂ અમલીકરણ માટે ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક 45 ટીમ દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. 70 ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક 8 કલાકની ત્રણ શિફ્ટમાં ટીમ તૈનાત કરી ને વાહન ની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજનજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.

નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં 24 કલાક વાહનોનું સઘન તપાસ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર ખાતે પણ ટીમ દ્વારા વિવિધ માર્ગો પર સર્ચ કરાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...