તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તપાસ:અંકલેશ્વરમાં સોનગઢના 2 ઠગ વિધિના બહાને થાળમાંથી રૂા.5 લાખ લઇ ફરાર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • લોકડાઉનમાં ધંધો પડી ભાગતા વેપારી પડતી માટે વિધિ કાઢવા ભૂવાને બોલાવ્યાં

લોકડાઉનમાં ધંધો પડી ભાગતા વેપારી પડતી માટે વિધિ કાઢવા ધુતારાને બોલાવ્યાં હતા.સોનગઢના 2 ઠગ વિધિ કરવાના બહાને 5 લાખ લઇ ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર મહાવીર ટર્નીંગ પર આવેલ સતપંચ ટિમ્બરના સંચાલક મૂળ કચ્છ નખતણાના રહીશ અને હાલ તીર્થનગરમાં રહેતા જંયતીભાઈ કડવા પટેલ લોકડાઉન ધંધો પડી ભાંગતા પોતાના મિત્રને વાત કરી હતી. જેથી તેને અશ્વિન ગામીત નામના ઈસમનો સંપર્ક કરાવ્યો હતો.

સોનગઢમાં રહેતા ઈસમ પોતાની સાથે વ્યારાના રાકેશ નામના બની બેઠેલા ભુવાને લઇ આવ્યો હતો અને તેને તેમના ધંધામાં મેલી વિદ્યા કરી છે તેને દૂર કરવા 11 લાખ માગ્યા હતા. પણ 11 લાખ ના હોવાની કહેતા 5 લાખ રૂપિયા પર અટક્યો હતો.મંગળવારે બંને ધુતારાએ પૂજા વિધિ પ્રારંભ કરી થાળમાં રૂા.5 લાખ મુકાવ્યા હતા. અને ત્યારબાદ વિધિ કરતા કરતા નાળિયેર અને ચોખા નાખવા માટે ગાડી પર શહેર તરફ નીકળ્યાં હતા.ઓએનજીસી ઓવર બ્રિજ પરથી નારિયેળ નાખવી ત્યારબાદ ચૌટા નાકા પાસે પહોંચ્યા હતા.જ્યાં આગળ જતા એક મહિલા જોઈ ચોખા નાખવા કહેતા જયંતિભાઈ ચોખા નાખી રહ્યા હતા. ત્યારે બંને ધુતારા કારમાં બેસી હાંસોટ રોડ તરફ પલાયન થઇ ગયા હતા.

જે આધારે તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થયો હતો. તેમને ઘરે ફોન કરી પુછાતા થાળમાંથી 5 લાખ રૂપિયા ગાયબ હતા.જેથી આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો