ભૂમિપૂજન:અંકલેશ્વરમાં મુસાફરોની સુવિધા માટે 2 પિકઅપ સ્ટેન્ડ બનાવાશે

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીકઅપ સ્ટેન્ડનું ભૂમિપૂજન કરી રહેલા પાલિકાના પદાધિકારીઓ. - Divya Bhaskar
પીકઅપ સ્ટેન્ડનું ભૂમિપૂજન કરી રહેલા પાલિકાના પદાધિકારીઓ.
  • ONGC ટર્નિંગ અને કેશવપાર્ક પાસે ભૂમિપૂજન કરવામાં આવ્યું

અંકલેશ્વર પાલિકા દ્વારા 2 સ્થળે પીકઅપ બસ સ્ટેન્ડ નું ખાતમુહૂર્ત કર્યું હતું. 14 માં નાણાં પંચ માંથી ઓએનજીસી ઓફિસ ટર્નીંગ પાસે અને કેશવપાર્ક ખાતે પીક અપ બસ સ્ટેન્ડ ઉભું કરશે. અંદાજે 5 લાખ રૂપિયા ના ખર્ચે નિર્માણ કરશે.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સરકાર ની 14 મી નાણાપંચ ની ગ્રાન્ટ માંથી ફાળવેલ 5 લાખ ની ગ્રાન્ટ માંથી અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ પાસે જીઇબી કચેરી તરફ જતા ત્રણ રસ્તા પર પીકઅપ બસ સ્ટેન્ડ તેમજ અંકલેશ્વર કેશવપાર્ક ખાતે પીક અપ બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવશે જેની ખાતમુહૂર્ત વિધિ આજ રોજ યોજવામાં આવી હતી.

પાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, શાસક પક્ષ નેતા સુધીર ગુપ્તા તેમજ સ્થાનિક પાલિકા સભ્યો ની હાજરી માં શ્રીફળ વધેરી ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા અંદાજે 5 લાખ ની ગ્રાન્ટ માંથી વધુ બે બસ સ્ટેન્ડ ઉભા કરી રહ્યું છે અગાવ ભરૂચીનાકા તેમજ પાલિકા કચેરી આગળ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...