ચોરી:અંકલે.ના જીતાલી ગામે બંધ મકાનમાંથી 2 લાખની ચોરી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનમાલિક લગ્નપ્રસંગમાં ગયાં હતાં

અંકલેશ્વરના જીતાલી પાસે શબનમ પાર્કના બંધ મકાનમાં તસ્કરો કર્યો દાગીના પર હાથ ફેરો કર્યો હતો. પરિવાર લગ્નપ્રસંગમાં હાજરી આપવા બહારગામ હતા. મકાનમાંથી 2 લાખ રૂપિયા ઉપરાંતની ચોરી થઇ હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.

અંકલેશ્વર જીતાલી ગામ માં આવેલ શબનમ પાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગ માટે બહારગામ ગયો હતો, ત્યારે તસ્કરો દરવાજાનો નકુચા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે મકાન માલિક પરવેઝ ચૌહાણ એ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

અને તપાસ હાથ ધરી હતી. મકાન માલિક પરવેઝ ચૌહાણ એ જણાવ્યું હતું કે લગ્ન માં બહાર ગામ ગયા હતા. સવારે સોસાયટીના રહીશો જાણ કરતાં ધરે આવ્યા હતા. જ્યાં તિજોરી માં તોડી અંદર થી સોના-ચાંદી ના દાગીના અને રોકડ મળી અંદાજે 2 લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી ગયા છે. આ બાબતે પોલીસ માં જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...