તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગોલ્ડન બ્રિજના એંગલમાં કાર ભટકાતા 2 કિમીનો ટ્રાફિકજામ

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચથી અંકલેશ્વર તરફ જતી કારને અકસ્માત

અંકલેશ્વર ભરૂચને જોડાતા ગોલ્ડન બ્રિજ પર બુધવારના રોજ સવારે અમદાવાદથી ગોલ્ડન બ્રિજ થઇ અંકલેશ્વર તરફ આવી રહેલા કાર ચાલકે ગોલ્ડન બ્રિજ મધ્યમાં અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ગોલ્ડન બ્રિજની એંગલમાં કાર ધડાકાભેર ઘૂસી જવા પામી હતી. સદ્દનસીબે કારમાં બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. જો કે અકસ્માત ના પગલે ગોલ્ડન બ્રિજ પર તેમજ ભરૂચ અને અંકલેશ્વર બંને છેડે વાહનોની લાંબી કતાર જામી જવા પામી હતી.

અંકલેશ્વર તરફ દોઢથી બે કિમી લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક બ્રિગ્રેડ અને પોલીસ દ્વારા ટ્રાફિક રોકી ક્રેઇનની મદદથી કારને અંકલેશ્વર ખાતે લઇ આવી હતી. પુનઃ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. જો કે કલાકો સુધી નોકરિયાત યુવાનો અટવાતા તેવોમાં રોજે રોજ સર્જાતા ટ્રાફિકજામની સમસ્યાને લઇ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો