દુર્ઘટના:અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક અજાણ્યા વાહનની ટકકરે 2ના મોત

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સેન્ટિંગનું કામ કરતાં શ્રમિકો બાઇક પર જઇ રહ્યા હતાં ત્યારની ઘટના

સુરતના ધામરોડ પાટીયા નજીક કંપનીમાં રહી સેન્ટીગ કામ કરતા 2 શ્રમિકો કામ અર્થે અંકલેશ્વર રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતા.અજાણ્યા વાહનની ટક્કર બાદ તેમની બાઈક ડિવાઈડર સાથે ભટકાઈ જતા ની સાથે રોડ પર બંને પટકાયા હતા.માથાના ભાગે ગંભીર ઇજા ના પગલે બંનેના સ્થળ પર જ મોત થયાં હતાં.

સુરત ના ધામરોડ ગામ ખાતે આવેલ જે.બી.ઇકો ટેક્સ કમ્પની ખાતે રહેતા મૂળ પંચમહાલ ના 35 વર્ષીય મહેશ સબુર સિંગ બારીયા અને 28 વર્ષીય વિજય નાયકા પટેલ પોતાની મોટર સાઇકલ લઇ અંકલેશ્વર રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતા. વાલિયા ચોકડી ક્રોસ કરી તેવો નિલેશ ચોકડી પર પહોંચ્યા હતા જ્યાં થોડા જ અંતરે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.

જ્યાં બાઈકને ટક્કર મારતા બાઈક રોડ વચ્ચે ના ડિવાઈડર સાથે જઈ ભટકાઈ હતી અને બને ઈસમો રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બંનેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અને બન્ને મૃતદેહ પી.એમ અર્થે અંકલેશ્વર સરકારી દવાખાને ખસેડાયા હતા. ઘટના અંગે મૃતક ના સંબંધી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલાં વાહનચાલકને ઝડપી પાડવા કવાયત ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...