મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ:અંકલેશ્વરમાં 2 વયોવૃદ્ધ મતદારોએ પોસ્ટલ બેલેટ પેપરથી વોટિંગ કર્યું; તંત્રએ વિશેષ ટીમની વ્યવસ્થા કરી મતદાન કરાવ્યું

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા વયોવૃદ્ધ લોકોના ઘરે જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વરના ભડકોદ્રા ગામના 102ના મહિલા અને એક અન્ય વૃદ્ધ પુરુષે પોસ્ટલ બેલેટ પેપરથી પોતાનો મત આપ્યો હતો.

તંત્રએ વયોવૃધ્ધ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહન પણ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા થનગની રહી છે. તો બીજી તરફ શતાયુ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા એટલા જ ઉત્સુક છે. ત્યારે આવા જ શતાયુ મતદારો મતદાનના દિવસે મતદાન મથકે નહિ જઈ શકનાર લોકો માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની યાદી તૈયાર કરીને તેમના નિવાસસ્થાને જઈને મતદાન કરાવવાનું અયોજન કર્યું છે.

ટીમે તેમના નિવાસસ્થાને જઈને મતદાન કરાવ્યું
જેના ભાગરૂપે આજ રોજ વહીવટી તંત્રની એક ટીમ પોલીસ અને અધિકારીઓની હાજરીમાં અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સુંદરવન સોસાયટીમાં રહેતા 102 વર્ષીય મહિલા મતદાર કલાવતી પાલે તેમના નિવાસ સ્થાનેથી પોસ્ટલ બેલેટ પેપરથી વોટીંગ કર્યું હતુ. જ્યારે અન્ય એક વયોવૃદ્ધ પુરુષે પણ મતદાન કર્યું હતુ. બંનેય વયોવૃદ્ધઓએ મતદાન કરીને આવનારી 1 ડિસેમ્બરની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...