તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાભી સાથે આડા સંબંધની શંકાએ 2 ભાઈએ હત્યા કરી

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવામાં હત્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો

અંક્લેશ્વરમાં થયેલી હત્યાના ગુનામાં વિધવા ભાભી સાથે આડો સંબંધ હોવાની શંકાએ બે ભાઇઓએ હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અંકલેશ્વરમાં સોમવારે નશાની હાલતમાં બે સગા ભાઈઓએ યુવાનની હત્યા કરી હતી. જેમાં અનિલ પટેલ સાથે રાજેશ અને સુરેશનો ઝગડો થતા હાથમાં રહેલ ચપ્પુ વડે ગળા તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા કરી મોત ને ઘાટ ઉતાર્યો હતો. જયારે મારામારી માં હત્યા કરનાર બંને વચ્ચે થયેલી મારામારીમાં રાજેશ અને સુરેશને પણ ગંભીર ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે પ્રાથમિક પૂછપરછમાં તેમજ સ્થાનિક લોકોના નિવેદન લેતા બને ભાઈ ની વિધવા ભાભી જોડે મૃતક અનિલ પટેલ નો આડો સંબંધ હોવાની આશંકા હતી. જેની રીસ રાખી બને ભાઈઓ નો ઝગડો થયો હતો અને ઝગડો જીવલેણ સાબિત થયો હતો. હાલ તો પોલીસે પ્રાથમિક કોઈ કારણસર થયેલા ઝગડા ના આધારે ગુનો નોંધી રાજેશ પટેલ અને સુરેશ પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેમનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવામાં આવશે તેમ અંકલેશ્વર ડી.વાય.એસ. પી ચિરાગ દેસાઈ ને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...