કાર્યવાહી:ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ જ્વલનશીલ ઓઇલ ભરેલા ટેન્કર સાથે 2 શખસ ઝડપાયા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ LCB એ બાયોડિઝલ બનાવવાના 6 લાખના રો-મટિરિયલ સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ LCB એ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખરોડ ચોકડી પાસે આવેલી હોટલ લેન્ડમાર્કથી શંકાસ્પદ બાયો ડીઝલ બનાવવા 12 હજાર લીટર જ્વલનશીલ રો-મટિરિયલ ભરેલા ટેન્કર સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે થતા બાયોડીઝલના ઉત્પાદન, વેચાણ તથા હેરફેરને અટકાવવા સર્ચ ચાલી રહ્યું છે. ભરૂચ LCB PI જેએન ઝાલાના માર્ગદર્શન મુજબ એલસીબીની ટીમ દ્રારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુ ઉત્પાદન, વેચાણ કરતા ઈસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

દરમિયાન સોમવારે રાતે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. મળેલી બાતમીના આધારે પો.સ.ઇ. પી.એસ.બરંડા, એ.એસ.ચૌહાણ સહિતની ટીમે દરોડો પાડતા અંકલેશ્વર ને.હા.નં -48 ઉપર ખરોડ ચોકડી પાસે આવેલા હોટેલ લેન્ડમાર્ક પાસે એક ટેન્કરમાં શંકાસ્પદ ઓઇલ જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ટેન્કરમાં તપાસ કરતા કુલ 12હજાર લીટર શંકાસ્પદ પ્રવાહી ભરેલુ મળી આવતા જેના કોઇ આધાર પુરાવા કે પાસ પરવાના રજુ કરેલ નથી. જેથી FSL અધિકારી તેમજ પુરવઠા મામલતદારને બોલાવી તપાસ કરતા ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી સંગ્રહ કરવામાં આવેલ હોવાનું ખુલ્યું હતું.

જરૂરી નમુનાઓ મેળવી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી 12 હજાર લીટર કિંમત ₹6 લાખ તથા ટેન્કર તેમજ અન્ય મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામાં આવેલ છે. સ્થળ ઉપરથી અબ્દુલ હુસેન મખદુમ હુસેન આરબ અને અકબર અફસર શેખ બે ઇસમો તથા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ભરાવનાર, આપનાર તેમજ જથ્થો મંગાવનાર ઇસમો વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...