ચોરીનો બનાવ:ઉમરવાડા ગામમાંથી બકરા ચોરીમાં 2 આરોપી ઝડપાયા

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16મી મેના રોજ બકરા ચોરીનો બનાવ બન્યો હતો
  • વોન્ટેડ આરોપીની શોધખોળ ચાલી રહી છે

અંકલેશ્વર ના ઉમરવાડા માંથી 3 બકરા ચોરી માં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અન્ય એક ને વોન્ટેડ જાહેર કર્યા હતો. 16 મી મે ના રોજ ઉમરવાડા ગામ ખાતે થી થઇ હતી. ઉમરવાડા ના જ 2 ઈસમ અને સુરત ના અન્ય એક ઈસમ એ ચોરી ને અંજામ આપ્યો હતો. પોલીસે ચોરી થયેલા 3 બકરા પણ રિકવર કર્યા હતા.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ની સર્વેલન્સ સ્કોર્ડ ગત રોજ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર તાલુકા ના ઉમરવાડા ગામ ખાતે થયેલ 3 બકરા ની ચોરી માં ગામ માં જ રહેતા બે ઈસમો ની સંડોવણી છે. જે આધારે પોલીસે ઉકાઈ નહેર પાસે સલીમ ભાઈ ના બગલી માં રહેતા મૂળ રાજસ્થાન ના હબીબખાં હકીમખાં સમ્મા ને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ માં સુરત ખાતે રહેતા મુસા ઉર્ફે સમદ ગુજ્જર નું નામ બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.

જયારે અન્ય ઉમરવાડા ના જ અલીખાન હકીમખાં સમ્મા ની પણ સંડોવણી હોવાની સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ઉપરાંત પોલીસે તેમની પાસે થી ચોરી થયેલા 3 બકરા પણ રિકવર કર્યા હતા. અને વોન્ટેડ આરોપીએ ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...