તસ્કરી:અંકલેશ્વરમાં બંધ મકાનમાં 1.96 લાખની ઘરફોડ ચોરી

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંબોલી રોડ ઉપર નુરે ઇલાહી સોસાયટીનો બનાવ

અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર નુરે ઇલાહી સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 1.96 લાખ ના સોનાના ઘરેણાં ની ચોરી કરી ફરાર થઇ જતાં શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર ઇદગાહ સામે આવેલ નુરે ઇલાહી સોસાયટીમાં રહેતા તન્વીરા બાનુ ઝુબેર હનીફ શેખ ગત તા 4 સપ્ટેમ્બરના રોજ મકાન બંધ કરીને તેમના જુના મકાન ખાતે ગયા હતા ,દરમિયાન રાત્રીના અરસામાં તસ્કરો એ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી હતી અને તેમાંથી રૂપિયા 1 .96 લાખ 96 ની કિંમતના સોનાના દાગીના ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે તન્વીરા બાનુ એ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે ડોગ સ્કોર્ડ ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...