ફરિયાદ:અંકલેશ્વરમાં ટેમ્પોમાંથી 1.82 લાખ ભરેલી બેગની ઉઠાંતરી, બેગમાં ઉઘરાણીના રૂપિયા અને દસ્તાવેજો હતા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 ઓગસ્ટે બનેલી ઘટના અંગે હવે ફરિયાદ

અંકલેશ્વર મીઠા ફેક્ટરી ખાતે આવેલ સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા મદન સિંગ પુરોહિત ટેમ્પા પર ડ્રાઇવિંગ કરી રહ્યા છે. ગત 21 મી ઓગસ્ટના રોજ તેલના ડબ્બા ડીલેવરી આપ્યા બાદ બ્રિજ નગર પાસે આવેલા સૌરાષ્ટ્ર ઓટો ગેરેજ પાસે ડાહ્યાની દુકાન આગળ પંક્ચર પડતા પાર્ક કર્યું હતું અને તેમની પાસે કાળા રંગની બેગ હતી

દરમિયાનામાં તે બેગ છોટા હાથી ટેમ્પામાં રૂપિયા 1.82 લાખ રોકડા સાથે તેમજ છોટા હાથી ટેમ્પાની, આઇસર ટેમ્પાની ચાવી અને આરસી બુક તેમજ હોન્ડાઈ કારની ચાવી અને આરસી બુક તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ સહીતના ઓરિજન દસ્તાવેજો તેમજ એ.ટી.એમ કાર્ડ, બેંક ચેકબુક અને મોબાઈલ બેગમાં મુક્યો હતો જે બેગ કોઈ ઈસમ નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ ગયો હતો જે અંગે મદન સિંગ પુરોહિત દ્વારા 25 દિવસ બાદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી

અન્ય સમાચારો પણ છે...