અંકલેશ્વર અને પાનોલી ના 1500 ઉદ્યોગો ઠપ થઈ જતાં રોજનું 300 કરોડનો પ્રોડક્શન લોસ થઈ રહ્યો છે. એનસીટી પાઇપ લાઈનના ભંગાણને ચોથો દિવસ છે. હજુ એક દિવસ રીપેરીંગ કરતા નીકળશે. ઉદ્યોગકારો દ્વારા એનસીટી વહીવટ એ.આઈ.એ સોંપવા માંગ કરી છે. એનસીટી પાઇપ લાઇન પેરેરલ નવી લાઇન નાખવા અથવા ગાર્ડ પોન્ડ ની 4 દિવસની ક્ષમતા કરવા માંગ સાથે એનસીટી એગ્રેશન કરવા માંગ ઉઠી છે. શુક્રવારે બપોર સુધી લાઈન કાર્યરત થશે.
સોમવાર ની રાત્રી ના અંકલેશ્વર સજોદ ગામ ખાતે ઉદ્યોગો નું પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ કરી દરિયા માં ઠાલવતી એનસીટી ની લાઇન માં ભંગાણ પડ્યું છે. જેને આજે ચોથો દિવસ થવા આવ્યો છે. લાઈન પાઇપ માં મોટું ગાબડું પડતા એનસીટી દ્વારા સર્વે કરી ત્યાં પાઇપ કાપી નવો પાઇપ નાખવા તેમજ તેનું લેમિનેશન વર્ક મોડી રાત્રી સુધી માં થઈ જશે. જે બાદ 12 કલાક તેને સુકાવા માં લાગશે.
જે બાદ લાઇન ચાલુ થશે જે ચાલુ થતાં જ પ્રથમ એનસીટી ખાતે સ્ટોર થયેલ ગાર્ડ પોન્ડ નું 40 એમ.એલ.ડી પાણી ને ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ ઉદ્યોગોને પાણી એનસીટી તરફ મોકલવા માટે જણાવવામાં આવશે જે જોતા હું એક દિવસ ઉદ્યોગો બંધ રહી શકે છે.
ઉદ્યોગો લાઈન લીકેજ થતા જ બંધ કરવાની હિદાયત આપતા ઉદ્યોગો મંદ ગતિ ને પાણી સ્ટોરેજ ક્ષમતા સુધી ચાલુ રહ્યા બાદ હવે સંપૂર્ણ બંધ બંધ થતા અંકલેશ્વર પાનોલી માં કાર્યરત ઝીરો ડિસ્ચાર્જ સિવાય ના 1500 થી વધુ ઉદ્યોગો બંધ થઈ ગયા છે. જેને લઇ બંને એસેટ થઇ રોજનું 300 કરોડ નું પ્રોડક્શન લોસ થઈ રહ્યું છે. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સમયસર ઓડર પૂર્ણ ના કરી શકતા ઉદ્યોગો ની સાખ પર બટ્ટો લાગી રહ્યો છે જેને લઇ ઉદ્યોગો માં વધુ નારાજગી ફેલાઈ છે.
સમયસર ઓર્ડર પૂરો ન થતા ઉદ્યોગોની આંતર રાષ્ટ્રીયકક્ષાએ છબી ખરડાઇ
ઉદ્યોગો બંધ થતા સમયસર ઓડર ના પૂરા થતા તેની છાપ આંતર રાષ્ટ્રીય સ્તરે બગડી રહી છે. એનસીટી જે પાણી હતું તે પહેલાનું છોડવામાં આવેલ પાણી હતું. ઉદ્યોગો સંપૂર્ણ બંધ છે. સરકારને પણ રેવન્યુ લોસ થઇ રહ્યું છે. સરકાર ઉદ્યોગો સાથે બેઠક યોજી કાયમી આ સમસ્યાનું નિવારણ કરે એ જરૂરી છે.- રમેશ ગાભણી , પ્રમુખ એ.આઈ. એ. અંકલેશ્વર
1500 ઉદ્યોગો સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગોને પણ અસર થઇ રહી છે
એનસીટીની લાઈનના ભંગાણને લઇ રોજનું 300 કરોડના લોસ સાથે 1500થી વધુ ઉદ્યોગો બંધ થઇ ગયા છે. તેની આંતરરાષ્ટ્રીય છબી બગડી રહી છે. એટલું જ નહિ સરકાર ને પણ રેવન્યુ લોસ થઈ રહ્યો છે. ઉદ્યોગકારો દ્વારા એનસીટી વહીવટ એ.આઈ.એ સોંપવા આવે તેમજ એનસીટી પાઇપ લાઇન પેરેરલ નવી લાઇન નાખવા અથવા ગાર્ડ પોન્ડ ની 4 દિવસ ની ક્ષમતા વધારવા આવે તે જરૂરી છે.
જેટલું ઉદ્યોગો ને નુકશાન થઇ છે એટલા લાઈન નવી નંખાઈ શકે છે અને પ્લાન્ટ પણ અગ્રેડ થઇ શકે છે. 1500 ઉદ્યોગો સાથે સંકળાયેલ ઉદ્યોગોને પણ તેની અસર થઇ રહી છે.- જશુ ચૌધરી, ઉપ પ્રમુખ, એ.આઈ.એ અંકલેશ્વર
મોડી રાત્રિ સુધીમાં રિપેરિંગ પૂર્ણ થશે
લાઈનમાં પડેલા ભંગાણ મળી ગયું છે તેના પાઇપ લાઇન કટ કરી દેવામાં આવ્યો છે અને નવો પાઇપ પણ મૂકી દેવામાં આવ્યો છે. પાઇપ લગાવી લેમિનેશન વર્ક રાત્રી સુધી પૂર્ણ થશે. લાઈન ચાલુ થશે એટલે પ્રથમ 40 એમ.એલ.ડી પાણી જે સ્ટોરેજ કરવામાં આવ્યું છે તે ને છોડવામાં આવશે ત્યારબાદ ઉદ્યોગોનું પાણી લેવામાં આવશે. - પ્રફુલ પંચાલ, ચીફ ઓરેશન હેડ એન.સી.ટી , અંકલેશ્વર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.