અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આઝાદનગર ખાતે તાજ એન્ટરપ્રાઈઝમાંથી 300 કિલો કોપર તારનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કોપર તારનો જથ્થો ક્યાંથી લાવ્યો અને તેના બિલ નહિ રજૂ કરતા પોલીસે રૂ. 1.50 લાખનો કોપરનો જથ્થો જપ્ત કર્યો હતો. ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર માંથી કોપર વાયરો સળગાવી બાળતા રંગે હાથ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગોડાઉન સંચાલકની અટકાયત કરી પૂછપરછ આરંભી હતી.
આરોપીએ કોઈ પણ પુરાવા નહિ આપી શકતા અટકાયત કરાઈ
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમને માહિતી મળી હતી કે, અંસાર માર્કેટના આઝાદનગર ખાતે એક ઈસમ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મરમાંથી કોપરના વાયરો સળગાવી આગ કરી પ્રદુષણ ફેલાવી રહ્યો છે. જે આધારે પોલીસે સર્ચ કરતા વાયરોનો જથ્થો બાળતા તાજ એન્ટરપ્રાઈઝના સંચાલક નિયાજખાન મોહમ્મદ ઈઝરાયલ ખાનને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા સળગાવેલા કોપરના જથ્થા અંગે કોઈ જ પુરાવો માંગતા તે કોઈ પણ પ્રકારના બિલ રજૂ નહિ કરી શકતા, ગલ્લા-તલ્લા કરવા લાગતા પોલીસે કોપરનો જથ્થો ચોરીનો હોવાની શંકાએ 41 (1) ડી મુજબ અંદાજે 300 કિલો કોપરનો જથ્થો કિંમત રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ ચલાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.