આયોજન:અંકલેશ્વર GIDCમાં 12મો AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સપો યોજાશે

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6થી 8 જાન્યુઆરી દરમિયાન િત્ર-દિવસીય ઔદ્યોગિક પ્રદર્શનનું આયોજન
  • 1.50 લાખ સ્ક્વેર ફૂટ લેન્ડસ્કેપ એરિયામાં 250 થી વધુ સ્ટોલ ઉભા કર્યા

અંકલેશ્વર ખાતે 6 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી દરમિયાન ત્રિ - દિવસીય 12મો AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. 1,50,000 સ્ક્વેર ફૂટ લેન્ડસ્કેપ એરિયામાં નાના મોટા મળીને 250થી વધુ સ્ટોલ ઉભા કર્યા છે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન વડે ક્યુ આર કોડથી એન્ટ્રી મળશે. સ્થળ પર વિશેષ મેડિકલ ટીમ તૈનાત કરી આરોગ્ય ચકાસણી સાથે પ્રવેશ આપવામાં આવશે. તમામ સ્થળે સોશિયલ ડિસ્ટન્સ નું પણ વિશેષ આયોજન કર્યું છે. તો ઉદ્ઘાટન પ્રસંગે 6 તારીખે એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ ડાયરી નું પણ વિમોચન કરવામાં આવશે.

12 મો ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો ડી . એ . આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ , જીઆઇડીસી ખાતે યોજાશે. 1.50.000 સ્કેવર ફુટ લેન્ડસ્કેપ એરીયામાં યોજાનારા આ મેગા પ્રદર્શનમાં નાના - મોટા થઇને 250 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.જેમાં એઆઇએ પ્રમુખ રમેશ ગાબાણી, એકસ્પો પ્રોજેક્ટ ચેરમેન પ્રવિણ તેરૈયા એ જણાવ્યુ હતુ કે આ એકઝીબીશન સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...