યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી:મહારાષ્ટ્રથી પંજાબ જવા નીકળેલાં 110 સાયકલિસ્ટ અંકલેશ્વર આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રથી પંજાબ સુધી સમાજમાં શાંતિ, સમાનતા અને બંધુત્વની ભાવના જળવાઈ રહે તે હેતુસર નીકળેલા 110 સાયકલિસ્ટો અંકલેશ્વર આવી પહોંચ્યા હતાં. તેઓનું ભરૂચ-અંકલેશ્વરના સાયકલિસ્ટ ગ્રુપના સભ્યોએ સ્વાગત કરીને તેમની યાત્રા અંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

ભરૂચ-અંકલેશ્વરના સાયકલિસ્ટો દ્વારા સ્વાગત
પંઢરપૂર (મહારાષ્ટ્ર) થી ઘુમાન (પંજાબ) 04 નવેમ્બર નીકળી સાયકલયાત્રા સંત શિરોમણી શ્રી નામદેવજી મહારાજની 752મી જન્મજયંતિ નિમિત્તે નિકળેલા 110 સાયકલિસ્ટ આજે અંકલેશ્વર આવી પહોંચતાં અંકલેશ્વર-ભરૂચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

2400 km સાયક્લિંગ કરી 28 નવેમ્બરે પંજાબ પહોચશે
આ સાયકલયાત્રા દરમિયાન 2400 km સાયક્લિંગ કરી 28 નવેમ્બરે પંજાબ પહોચશે અને રોજનું સરેરાશ 100 km સાયક્લિંગએ સાયકલ યાત્રાનો મેઈન હેતુ સમાજમાં શાંતિ, સમાનતા અને બંધુત્વ જળવાઈ રહે તે હેતુથી આ સાયક્લિંગ યાત્રાનાં આયોજક મનોજ માંઢરે માહિતી આપી હતી. જ્યારે ભરૂચ અને અંકલેશ્વર સાયકલીસ્ટ ગ્રુપના સભ્યોએ દરેકનું સ્વાગત કરીને તેમની યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...