તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LCBનો દરોડો:માંડવા ટોલ પ્લાઝા પાસે 11 ખેલીઓ ઝડપાયા : 2 વોન્ટેડ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર માંડવા ટોલ પ્લાઝા પાસે 11 જુગારી રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે 1.24 લાખ રૂપિયા રોકડા. દાવ પર લાગેલા 36 હજાર રૂપિયા અને 11 મોબાઈલ જપ્ત કર્યો હતો. પોલીસે 1.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 11 જુગારીયાઓને જેલભેગા કર્યા હતા. જયારે બે જુગારી ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ એલસીબી પોલીસે માહિતી આધારે દરોડા પાડ્યા હતા. વડોદરા અને ભરૂચના જુગારીયાઓ અંકલેશ્વર માં જુગાર રમવા આવ્યા અને પોલીસના હાથે ઝડપાયા જતા દોડધામ જોવા મળી હતી. શહેર પોલીસ મથકે પણ જુગારીયાઓ ના મળતીયાઓ એ ડેરો જમાવ્યો હતો.

ભરૂચ એલસીબી પી.આઈ.જે અને ઝાલા તેમજ સ્ટાફના સભ્ય રાત્રી ના અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં તે દરમિયાન માંડવા ટોલ પ્લાઝા નજીક જાહેર જગ્યા માં મોટાપાયે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે આધારે અંકલેશ્વર ખાતે માંડવા નજીક દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા 11 જુગારી રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે જુગાર ના દાવ પર લાગેલા રોકડ રૂપિયા 36 હજાર તેમજ 11 જુગારીયા ની અંગઝડતી માંથી 1.24 લાખ રૂપિયા ઉપરાંતની રોકડ બરામદ કરી હતી તેમજ 11 મોબાઈલ કિંમત રૂપિયા 35.500 રૂપિયા જપ્ત કર્યા હતા. જયારે 11 જુગારીયા ની ધરપકડ કરી શહેર પોલીસ ના હવાલે કર્યા હતા. જયારે બે જુગારી ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે નીપન નગર શક્તિનાથ નો અમિત સોલંકી, જૂના તવરા ના મહેશ વસાવા, વલણ, કરજણ વડોદરા ના મુબારક હુશેન ડભોયા, માંકણ, કરજણ વડોદરા ના મોસીન પાયા, વલણ, કરજણ વડોદરા ના અબ્દુલ સિંધી, જૂના તવરા ના કલ્પેશ વસાવા, વલણ, કરજણ વડોદરા ના અલ્તાફ ડુંગડીયા, નિકોરા ભરૂચ ના નીતિન ઠાકોર, જુના તવરા શંકર ગોહિલ, ગણેશપાર્ક શ્રવણ ચોકડી ભરૂચ ના નીતિન રાઠોડ અને વલણ ,કરજણ વડોદરા ના રફીક કૂકદા ને ઝડપી પાડી જેલભેગા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...