તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ભાજપના 106 કાર્યકરોએ દાવેદારી કરી

અંકલેશ્વર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટીલના નિયમો બાદ દાવેદારોનો રાફડો : સૌથી વધુ ભડકોદરામાં 18 સેન્સના ફોર્મ ભરાયા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉમેદવારો જાહેર કરેલા નિયમો બાદ અંકલેશ્વર તાલુકા ભાજપમાં ટિકિટ મેળવા રાફડો ફાટ્યો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા 106 ભાજપી કાર્યકરો દાવેદારી કરી છે. સૌથી વધુ ભરકોદરામાં 18 ફોર્મ ભરાયા છે. વર્ષો જુના મિત્રો સામે મિત્રએ કરી દાવેદારી કરી ચૂંટણી આવતાજ મિત્ર બન્યા રાજકીય શત્રુ બન્યા છે.

અંકલેશ્વર નગરપાલિકામાં જ્યાં નવા નિયમો સાથે પીઢ રાજકીય પાલિકા સભ્યો ની ટિકિટ કપાતા અનેક અટકરો શરૂ થઇ ગઈ છે. અને રાજકીય દાવપેચ સહીત ખટપટનું રાજકારણ સામે આવી રહ્યું છે. દાવેદારો પોતાના વોર્ડ દાવેદારી કરવાને લઇ દાવેદારી બદલાય છે. તો નવા નિયમનો આવતાજ વોર્ડ દીઠ 12-12 ઉમેદવારોનો રાફડો સામે આવ્યો છે. અને તેવા નામો નક્કી કરી પ્રદેશ મોવડી ને ભાજપ મોકલવા માટે શહેર ભાજપએ કવાયત આરંભી છે. તેવી જ રીતે હવે તાલુકામાં પણ આ ડખા સામે આવ્યા છે. જ્યાં 6 જિલ્લા પંચાયત અને 26 તાલુકા પંચાયત બેઠક માટે 106 ભાજપના કાર્યકરો દાવેદારી કરી મુશ્કેલી વધારી દીધી છે. ખાસ કરી ભરકોદ્રા જિલ્લા પંચાયત અને કોસમડી તાલુકા પંચાયત ની 2 બેઠક પર સૌથી વધુ 18 જેટલા ફોર્મ ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો