તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન:અંકલેશ્વર ખાતે અગસ્તિ ભારતવર્ષ દ્વારા યોજાયેલા કેમ્પમાં 100 યુનિટ રક્તદાન થયુ

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સચિવ ડો. વિનોદ રાવ સરની પ્રેરણાથી અને જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાના માર્ગદર્શન હેઠળ રવિ વાર રોજ રક્તદાન કેમ્પનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ, અગસ્તિ ભારતવર્ષ શૈક્ષણિક સંસ્થા દ્વારા અંકલેશ્વર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ભરૂચ, લોક સમર્પણ રક્ત દાન કેન્દ્ર - સુરતના સહયોગથી કોરોના મહામારીને ધ્યાનમાં લઇ રક્તદાન એ નવજીવન બની શકે એવા ઉદ્દેશથી આચાર્ય, શિક્ષકો અને યુવા મિત્રો દ્વારા 100થી વધુ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ રક્તદાતાઓને બિરદાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારી દિવ્યેશભાઈ પરમાર અને ટીમ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી ભરૂચ નગર સંવાહક હરિહરભાઇ ભટ્ટ સહિત મહામનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો